Fri,28 March 2025,1:27 am
Print
header

અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post

અમદાવાદઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી ગેરકાયદેસર રહેતા ભારતીયોનો પરત વતન મોકલવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં અમેરિકાથી ત્રણ પ્લેનમાં 332 જેટલા ભારતીયોને દેશમાં પરત મોકલાયા છે. પ્રથમ ફ્લાઇટમાં 104, બીજી ફ્લાઇટમાં 116 અને ત્રીજી ફ્લાઇટમાં 112 ભારતીયોને લાવવામાં આવ્યાં હતા. જેમાં કુલ 74 ગુજરાતીઓને ઘરવાપસી થઈ છે.
 
ત્રીજી બેચમાં પરત ફરેલા કુલ ભારતીયોમાંથી 33 ગુજરાતીઓ હતા.જેમાં સૌથી વધુ અમદાવાદના હતા. ત્રીજી બેચમાં અમદાવાદના 9 લોકો હતા. અમદાવાદના નરોડાના સ્વાતી હાર્દિક પટેલ, હેનીલ હાર્દિક પટેલ, દિશા હાર્દિક પટેલ, હાર્દિકકુમાર દશરથભાઈ પટેલ, નીત તુષાર પટેલ,
તુષાર પ્રવીણચંદ્ર પટેલ, ચેતનાબેન તુષાર પટેલ, નારણપુરાના હિમાંશી ચિરાગકુમાર પટેલ, ચિરાગ શૈલેષકુમાર પટેલનો સમાવેશ થાય છે.

છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યાં છે. અમદાવાદ આવી પહોંચેલા લોકોને પોલીસ પોતાના વાહનમાં બેસાડી રવાના થઈ હતી. 5 ફેબ્રુઆરીના રોજ 33 ગુજરાતી સહિત 104 ભારતીય, 15 ફેબ્રુઆરીએ બીજી બેચમાં 8 ગુજરાતી સહિત 116 ભારતીય અને 16  ફેબ્રુઆરીએ ત્રીજી બેચમાં 33 ગુજરાતી સહિત 112 ભારતીયને અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch