Tue,23 April 2024,8:07 pm
Print
header

અફઘાનિસ્તાનઃ બગલાન પ્રાંતમાં 300 તાલીબાનીઓનો ખાત્મો, અનેકને બંદક બનાવાયા

કાબુલઃ અફઘાનિસ્તાન પર કબ્જો કરી લેનારા તાલીબાનોને પંજશીરમાં પડકારવામાં આવ્યાં છે. તાલિબાની વિરોધીઓ તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપી રહ્યાં છે. બગલાન પ્રાંતમાં 300 તાલીબાનોની હત્યા કરી નાખવામાં આવી હોવાના અહેવાલ છે. અનેકને કેદ કરી નાખવામાં આવ્યાં છે. બીબીસીના પત્રકાર યાદલા હકીમે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

હકીમે ટ્વીટ કરીને લખ્યું બગલાનમાં તાલીબાનો પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેમને મોટું નુકસાન પહોંચ્યું છે.તાલીબાન વિરોધી યુવકો તરફથી 300 તાલીબાનોને મારી નાખવામાં આવ્યા છે. હુમલા બાદ અનેક તાલીબાનીઓને કેદ કરી લેવામાં આવ્યાં છે.

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ પણ આ હુમલા તરફ ઈશારો કર્યો છે. એક ટ્વીટ દ્વારા તેમણે લખ્યું તાલીબાનીઓ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. તેમના માટે જીવતા પરત ફરવું એક પડકાર હતો. હવે તાલીબાને પંજશીરમાં તેમના યોદ્ધાઓની સંખ્યા વધારી દીધી છે.

પંજશીરના નેતા અમહમદ શાહ મસૂદના પુત્ર અહમદ શાહે કહ્યું કે અમારા અધિકાર હેઠળ આવતાં આ વિસ્તારને તાલિબાનને નહીં સોંપીએ.તેણે ભારપૂર્વક કહ્યું કે અમે યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ જો તાલીબાનો સાથે વાતચીતનું કોઈ પરિણામ નહીં આવે તો યુદ્ધ કોઈ નહીં ટાળી શકે. અમે પંજશીરમાં દરેક સ્થિતિને મુકાબલો કરવા તૈયાર છીએ. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch