Thu,25 April 2024,5:30 pm
Print
header

અમદાવાદમાં 300 સ્થળો પર ઉભા કરાશે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન

પ્રતિકાત્મક ફોટો 

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવ વચ્ચે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં છે. મનપા દ્વારા આગામી ત્રણ મહિનામાં શહેરના 300 સ્થળો પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર તરફથી ખાસ સહાય મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સ્ટેશન માટે 1 રૂપિયા ચોરસ મીટરના ટોકને ભાડે જગ્યા આપશે.

ચાર્જિંગ સ્ટેશનની જગ્યા પર પ્રોપર્ટી ટેક્સ નહીં લાગે. ઉપરાંત સ્થળને ટાઉન પ્લાનિંગ અન્ય વિકાસ ચાર્જમાંથી મુક્તિ મળશે.તેમજ વીજ કનેકશન મેળવવા મ્યુનિ. કોર્પોરેશન તત્કાલ એનઓસી આપશે.

જો કે ચાર્જિંગ સ્ટેશન માટે ફાયર NOC સહિત તમામ સલામતીની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. અમદાવાદમાં 300 સ્થળે PPP ધોરણે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ વિકસાવાશે. સાર્વજનિક ચાર્જિંગ ઇન્ફ્રાને પ્રોત્સાહન માટે ખાસ મેનેજમેન્ટ સેલ કાર્યરત કરાશે. એક સિંગલ વિંડોથી સેલમાં આવતી તમામ અરજીનો નિકાલ કરશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની રેવન્યુ કમિટીએ ઇલેક્ટ્રિક વાહનોને 3 વર્ષ માટે રોડ ટેક્સમાંથી મુક્તિ જાહેર કરી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા ખાસ પોલિસી બનાવી. જે અંતર્ગત અમદાવાદમાં નવા બનનારા રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ઈલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત બનાવાશે, આ માટેના જીડીસીઆરમાં સુધારો કરાશે.આ નવી બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક વાહનોને અનુકૂળ હોય તેવી પાર્કિંગ વ્યવસ્થા હશે.એટલે કે પાર્કિંગમાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની નવી નીતિ આવી શકે છે.નોંધનિય છે કે ઇ સ્કૂટર અને ઇલેક્ટ્રિક કારનું વેચાણ ઝડપથી થઇ રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch