વોંશિગ્ટનઃ યુએસ એજન્સીએ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 30 ભારતીયોની ધરપકડ કરી છે. એજન્સીનું કહેવું છે કે આ બધા લોકોને ટૂંક સમયમાં દેશનિકાલ કરવામાં આવશે. આ ભારતીય નાગરિકો કોમર્શિયલ ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા હતા.
એજન્સીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા તમામ ભારતીય ડ્રાઇવરો પાસે કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને વર્જિનિયા જેવા રાજ્યોના કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ હતા. તેમની પાસે બાઇડેન વહીવટ દરમિયાન જારી કરાયેલા રોજગાર અધિકૃતતા દસ્તાવેજો હોવાનું જાણવા મળ્યું હતું, જે હવે માન્ય નથી.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) એ એક નિવેદનમાં જણાવ્યું કે એરિઝોનાના યુમા સેક્ટરમાં બોર્ડર પેટ્રોલ એજન્ટોએ ઓપરેશન ચેકમેટના ભાગ રૂપે યુએસમાં ગેરકાયદેસર રીતે રહેવા બદલ 52 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 36 લોકો સેમી-ટ્રક ચલાવતા મળી આવ્યાં હતા.
ધરપકડ કરાયેલા 36 ટ્રક ડ્રાઇવરોમાંથી 30 ભારતીયો છે, જ્યારે છ મેક્સિકો, અલ સાલ્વાડોર અને રશિયાના નાગરિકો છે. તેમની પાસે કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને વર્જિનિયા જેવા રાજ્યોના કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ (CDL) હતા, જ્યારે કેટલાક પાસે બિલકુલ ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતા. મોટાભાગના લોકો પાસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાઇડેન વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા રોજગાર અધિકૃતતા દસ્તાવેજો (EAD) હતા, પરંતુ આ દસ્તાવેજો હવે અમાન્ય છે.
ધરપકડ કરાયેલા તમામ વ્યક્તિઓ પર ફેડરલ કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમને દેશનિકાલ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ હેઠળના પરિવહન વિભાગે અયોગ્ય વિદેશી ડ્રાઇવરોને કોમર્શિયલ ટ્રક અને બસ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
ઓમાનના દરિયામાં જહાજ પર અમેરિકાએ કર્યો હુમલો, ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનું કડક વલણ | 2026-06-11 09:03:45
પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ સૈન્યકર્મીઓનાં મોત | 2026-06-10 18:36:26
અમેરિકાએ અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો બદલો લીધો, ઈરાન પર ફરી કર્યો હુમલો | 2026-06-10 08:07:08
ટ્રમ્પને મોટો ફટકો ! કોર્ટે H-1B વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવાના કાયદાને રદ કર્યો, ભારતીયો માટે મોટી રાહત | 2026-06-09 08:45:20
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39