હૈદરાબાદઃ પોલીસે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે,જેઓ પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) ના કહેવા પર શહેરમાં આતંકવાદી હુમલાની ફિરાકમાં હતા. ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ મૂસરામબાગના અબ્દુલ ઝાહેદ (40), સૈયદાબાદના મોહમ્મદ સમિઉદ્દીન (39) અને માઝ હસન ફારૂક (29) તરીકે કરવામાં આવી છે. આતંકીઓએ મોટા હુમલાઓની આતંકવાદી યોજના બનાવી હતી. પોલીસે તેમની પાસેથી ચાર હેન્ડ ગ્રેનેડ, પાંચ લાખ રૂપિયા અને એક મોટર સાઇકલ જપ્ત કરી છે.
ઝાહેદને ચાર હેન્ડ ગ્રેનેડનું કન્સાઈનમેન્ટ મળ્યું હતું. તે હૈદરાબાદમાં આતંકી હુમલો કરવા જઈ રહ્યો હતો. હૈદરાબાદમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવા બદલ પોલીસે ત્રણેયને ઝડપી લીધા છે. ત્રણેય પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા છે. સંઘ અને ભાજપના નેતાઓ પર હુમલાની યોજના હતી. જો કે સ્ટેટ કાઉન્ટર-ઈન્ટેલિજન્સ સેલ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યાં પ્રમાણે અબ્દુલ ઝાહિદે હુમલા માટે પાકિસ્તાન સ્થિત ISI સાથે ફરી સંપર્ક કર્યો હતો. તે પહેલા પણ હૈદરાબાદમાં આતંકવાદી યોજનાઓ બનાવી ચુક્યો છે. જાહિદને 4 ગ્રેનેડનો જથ્થો મળ્યો હતો અને તે હૈદરાબાદમાં આતંકી હુમલાને અંજામ આપવા જઈ રહ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અબ્દુલ ઝાહિદ અગાઉ હૈદરાબાદમાં આતંકવાદ સંબંધિત અનેક કેસોમાં સંડોવાયેલો હતો. 2005માં હૈદરાબાદ સિટી પોલીસ કમિશનરની બેગમપેટ ખાતેની ટાસ્ક ફોર્સ ઓફિસ પર થયેલા આત્મઘાતી હુમલામાં પણ તે સામેલ છે. ઘણા આતંકવાદી કેસોમાં વોન્ટેડ અને હૈદરાબાદ શહેરના વતની ફરહતુલ્લા ઘોરી, સિદ્દીકી બિન ઉસ્માન અને અબ્દુલ મજીદ ફરાર થઈ ગયા હતા. ત્રણેય પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા, હવે આઈએસઆઈના આકાઓના કહેવા મુજબ કામ કરી રહ્યાં હતા.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29