18 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આરસીબી ટીમે ટ્રોફી જીતી લીધી છે. અગાઉ, આરસીબી ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી હતી અને ત્રણેય વખત હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વર્તમાન સિઝનમાં કૃણાલ પંડ્યા, વિરાટ કોહલી અને જોશ હેઝલવુડ આરસીબી માટે સૌથી મોટા હીરો સાબિત થયા છે. આ ખેલાડીઓ સામે વિરોધી ટીમો ટકી શકી નહીં. આ ત્રણ ખેલાડીઓએ RCB ને ટાઇટલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને સૌથી મોટા હીરો સાબિત થયા છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલી 2008 થી RCB માટે રમી રહ્યો છે. વર્તમાન સિઝનમાં તેણે મજબૂત બેટિંગનું પ્રદર્શન કર્યું છે. તેણે હાલની સિઝનમાં 15 મેચમાં કુલ 657 રન બનાવ્યાં, જેમાં 8 અડધી સદી તેના બેટમાંથી આવી. તે IPL 2025 માં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો. મેચ પછી, RCB ના કેપ્ટન રજત પાટીદારે પણ કહ્યું કે તે ખિતાબ જીતવા માટે સૌથી વધુ લાયક હતો. ચાહકો પણ ઇચ્છતા હતા કે ટીમ કોહલી માટે આ કપ જીતે. હવે તેનું સ્વપ્ન સાકાર થયું છે.
જોશ હેઝલવુડ
જોશ હેઝલવુડે IPL 2025 માં RCB બોલિંગ લાઇન-અપનું નેતૃત્વ આગળથી કર્યું હતું. તે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સંપૂર્ણ લયમાં જોવા મળ્યો અને તેના યોર્કર બોલથી વિરોધી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા. તેણે વર્તમાન સિઝનમાં 12 મેચોમાં કુલ 22 વિકેટ લીધી, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 26 રન આપીને ચાર વિકેટ લેવાનું હતું. તે IPL 2025 માં RCB માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેટ્સમેન પાસે તેના બોલનો કોઈ જવાબ ન હતો.
કૃણાલ પંડ્યાનું શાનદાર પ્રદર્શન
કૃણાલ પંડ્યાએ ફાઇનલમાં પંજાબ કિંગ્સ સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની ચાર ઓવરમાં ફક્ત 17 રન આપ્યાં હતા અને બે વિકેટ લીધી હતી. એક સમયે પંજાબ કિંગ્સ મેચમાં ઉપરી હાથ ધરાતું હોય તેવું લાગતું હતું, પરંતુ તે પછી કૃણાલે પોતાના સ્પેલથી મેચનો માર્ગ બદલી નાખ્યો. પંજાબના બેટ્સમેનો તેના બોલ સામે રન બનાવવા માટે ઉત્સુક હતા અને મોટા સ્ટ્રોક રમવામાં અસમર્થ હતા. તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.ચાલુ સિઝનમાં તેણે કુલ 17 વિકેટ લીધી હતી. આ ઉપરાંત, લીગ સ્ટેજમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તેણે 47 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી અને એકલા હાથે ટીમને જીત અપાવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52