Mon,09 December 2024,1:30 pm
Print
header

સુરતમાં આઈસક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીઓનાં શંકાસ્પદ મોત

તમામ મૃતક બાળકીઓની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી

બાળકીઓના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ

સુરતઃ ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત થયાની ઘટના સામે આવી છે. સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં શુક્રવારે રાત્રે બાળકીઓએ આઇસક્રીમ ખાધો હતો, ત્યારબાદ તેમને ઉલટીઓ થતાં તબિયત લથડી હતી. જેથી પરિવારજનોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડી હતી,  જ્યાં ત્રણનાં મોત નિપજ્યા હતા. એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય બાળકીઓએ આઇસક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું. જેથી આઇસક્રીમના લીધે કે પછી તાપણાના ધુમાડો શ્વાસમાં જવાને કારણે મોત નિપજ્યાં છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. હાલ મૃતહેદોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.

પરિવારજનોએ જણાવ્યું હતું કે પહેલા તો નજીકમાં જ આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ તબિયત વધુ લથડવાના કારણે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રાત્રિના સમયે બાળકીઓને અન્ય હોસ્પિટલ લઈ જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ સાથે સારવાર પણ બંધ કરી દીધી હતી. રાત્રિનો સમય હોવાથી પરિવારજનો દ્વારા આજીજી કરવામાં આવી હતી તેમ છતાં કોઈ સારવાર કરવામાં આવી ન હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch