Wed,19 February 2025,8:02 pm
Print
header

ગાંધીનગરઃ લાંચ કેસમાં કસ્ટમ ઈન્સ્પેક્ટર સહિત 3 ACB ના છટકામાં સપડાયા

ગાંધીનગરઃ એસીબીએ ગાંધીનગર જમીયતપુરા ખોડિયાર ખાતે આવેલી કસ્ટમ ઓફિસની બહાર છટકું ગોઠવીને રૂપિયા 2.32 લાખના લાંચ કેસમાં આઈસીડી ખોડીયાર ડેપોના કસ્ટમ ઈન્સ્પેક્ટર, આઉટ સોર્સ તરીકે કામ કરતાં એન્જિનિયર અને ખાનગી વ્યક્તિને ઝડપી લીધા છે. આરોપીઓએ ફરિયાદીના કન્ટેનરને ક્લીયરન્સ આપવા લાંચ લીધી હતી.

ફરિયાદીએ કેમિકલ રો-મટીરીયલના 272 કન્ટેઇનર આઇસીડી ખોડીયારમાં મંગાવ્યાં હત અને કસ્ટમ વિભાગ કોઇ કારણસર ક્લીયર કરી રહ્યું ન હતુ, કસ્ટમ ઈન્સ્પેક્ટર સતીંદરપાલ અરોરાએ ક્લીયરન્સના નામે  રૂપિયા 2.32 લાખની લાંચની માંગણી કરી હતી.આ લાંચના નાણાં ફરીયાદી  આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેને આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

જો તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ લાંચ માંગે છે તો તમે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફોન કરીને ફરિયાદ આપી શકો છો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch