Wed,24 April 2024,1:31 am
Print
header

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, ત્રણ લોકો ઘાયલ- Gujarat Post

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હિટ એન્ડ રનની ત્રણ ઘટનાઓ બની છે. અમદાવાદમાં આજે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. શહેરમાં જીવરાજ પાર્ક હોસ્પિટલ નજીક બનેલી ઘટનામાં ફોર વ્હીલર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી, જેમાં બાઇક ચાલકનું મોત થયું અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા. મૃતકનું નામ અરવિંદ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને જીવરાજ પાર્ક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.

પાટણના સિદ્ધપુર હાઇવે પર આવેલી રત્નદીપ સોસાયટી પાસે ગત મોડી રાત્રે ફોર વ્હીલ ગાડીની ટક્કરથી પતિ પત્નીના ઘટના સ્થળે મોત થયા હતા. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો.

સુરતના કતારગામ ગજેરા સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોડીરાત્રે પુરપાટ ઝડપે દોડી રહેલી બાઈકે મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને  ગંભીર ઇજા પહોંચતા 108ની ટીમ દ્વારા હોસ્પિટલમાં ખસેડાઇ હતી.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch