Sat,17 October 2026,5:11 am
Print
header

ડંકી રૂટ બન્યો જીવલેણ: જયપુરથી ઈથોપિયા પહોંચેલા મહેસાણા- અમદાવાદના 3 લોકોનું અપહરણ

  • Published By
  • 2026-09-28 18:22:19
  • /
  • જયપુરથી અબુધાબી થઈ ઈથોપિયા પહોંચ્યાં હતા આ લોકો
  •  ખંડણી આપવા છતાં મુક્તિ નહીં, એજન્ટ પણ ગાયબ

અમદાવાદ: ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા ઘાતક બની રહી છે, વિદેશ મોહમાં તેણો ઘણી વખત ગેરકાયદેસર માર્ગ અપનાવતા હોય છે. જો કે આ માર્ગ તેમના માટે મુશ્કેલ સાબિત થયો હોય છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડંકી રૂટ મારફતે અમેરિકા જવા નીકળેલા બે યુવતીઓ સહિત ત્રણ ગુજરાતીઓનું આફ્રિકાના ઈથોપિયામાં અપહરણ થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અપહરણકારોએ પરિવારો પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાના અહેવાલથી ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણાના 23 વર્ષીય ઋત્વિક શૈલેષભાઈ જનસરી, મૂળ મહેસાણાની અને હાલ અમદાવાદ રહેતી મમતા ચિરાગભાઈ ચાવડા તેમજ અન્ય એક યુવતી 20 સપ્ટેમ્બરે ગુજરાતથી નીકળ્યાં હતા. તેઓ પહેલા જયપુર પહોંચ્યા અને ત્યાંથી ફ્લાઇટ મારફતે અબુધાબી થઈ ઈથોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચ્યાં હતા. તેમની પાસે 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધીના ઈ-વિઝા હતા અને ત્યાં 20થી 29 સપ્ટેમ્બર સુધી ગેસ્ટહાઉસનું બુકિંગ હતું. જો કે, ગેસ્ટહાઉસમાં રોકાણ દરમિયાન જ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાળો કારોબાર ત્યારે બહાર આવ્યો જ્યારે આ જ જૂથ સાથે ગયેલા અન્ય એક સ્થાનિક યુવકનું પણ અપહરણ થયું હતું. જો કે, પરિવારે રૂપિયા 70 લાખ જેટલી રકમ ચૂકવી દેતાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો અને તે હેમખેમ ગુજરાત પરત આવી ગયો હતો. તેણે વતન પહોંચી સમગ્ર હકીકત જણાવતાં અન્ય યુવાનોના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

મહેસાણાના એજન્ટ અલ્પેશ પટેલ મારફતે આ તમામ યુવક-યુવતીઓ અમેરિકા જવા નીકળ્યાં હતા. પરિવારે અપહરણકારોને રકમ ચૂકવી હોવા છતાં ત્રણેય યુવાનોનો કોઈ અતોપત્તો ન મળતાં આખરે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીજી તરફ, એજન્ટ અલ્પેશ પટેલે આ કામ અન્ય કોઈ વ્યક્તિને સોંપ્યું હોવાનું જણાવી પોતે પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. 

તપાસ દરમિયાન એવી પણ વિગતો ખૂલી છે કે આ અગાઉ આ જ નેટવર્ક મારફતે કેટલાક લોકોને યમન મોકલવામાં આવ્યાં હતા, જેઓ હજુ સુધી લાપતા છે. સ્થાનિક પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા અને યુવાનોને સુરક્ષિત પરત લાવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch