Sat,20 April 2024,10:51 am
Print
header

અમદાવાદઃ 15 દિવસ પહેલા શરૂ થયેલા પફ બનાવવાના કારખાનામાં ત્રણ કારીગરોનાં મોત

અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 15 દિવસ પહેલા શરૂ થયેલી બેકરીમાં દુર્ઘટના બની છે, ગોપાલનગર પાસે યુકેસ ફાર્મ નામે પફ બનાવવાના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના ગૂંગળામણથી મોત નિપજ્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કારખાનામાં ગૂંગળામણને કારણે મોત નિપજ્યાં છે.  

15 દિવસ પહેલા જ બેકરીની આઈટમ બનાવતું કારખાનું ચાલુ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે કારખાનાના માલિકે આવીને ખોલતાં ત્રણ મજૂરો મૃત હાલતમાં પડ્યા હતા.કારખાનામાં પફ બનાવવાનું ભારે મશીનની સ્વીચ ચાલુ રહી જતા ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પોલીસ, એફએસએલ અને ફાયરની ટીમ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.

કે.કે. નગર રોડ પર ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા. રાતે પફ બનાવવાના ઓવનની સ્વિચ ચાલુ રહી ગઈ હતી, જેથી હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામના ત્રણ વ્યક્તિના ગૂંગળામણને કારણે મોત થયાં હોવાનું પ્રાથમિક તારણ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch