Sat,20 April 2024,4:35 am
Print
header

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય, જાણો કેટલા દિવસ કરાઈ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ભારે વરસાદ પડવાની શક્યતા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં વરસાદ મેઘકહેર બનીને વરસ્યો છે.  હવામાન વિભાગ અનુસાર રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ છે.  દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને તાપીમાં  ભારે વરસાદ વરસી શકે છે.  સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. દિયોદર ધાનેરા અને કાંકરેજમા ભારે ઉકળાટ બાદ આજે વરસાદી ઝાપટું પડ્યું હતું. શિહોરી ઉંબરી અને પાદડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદ

રાજ્યમાં હવે 24.9 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 73 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવે 19 ટકા વરસાદની ઘટ છે. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 86.06 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 75.02 ટકા, દક્ષિણ ગુજરાતમાં 73.41 ટકા, મધ્ય ગુજરાત 61.42 ટકા અને ઉત્તર ગુજરાતમાં 57 ટકા વરસાદ નોંધાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch