Fri,26 April 2024,5:26 am
Print
header

કોરોનાના નવા કેસ આવતા ન્યૂઝીલેન્ડના આ શહેરમાં ત્રણ દિવસનું નાંખવામાં આવ્યું લોકડાઉન

ઓકલેન્ડઃ કોરોનાની રસી આવી ગઈ હોવા છતાં વિશ્વમાં કોરોનાનો કહેર ચાલુ જ છે. વર્લ્ડોમીટર મુજબ, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના 2 લાખ 89 હજાર 746 નવા કેસ નોંધાયા છે. જેની સાથે કુલ કેસની સંખ્યા વધીને 10 કરોડ 93 લાખ 80 હજાર 239 થઈ ગઈ છે. કોરોનાથી 24 લાખ 10 હજાર 904 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં વધુ 6 હજાર 748 લોકો કોરોનાને કારણે મૃત્યું પામ્યા છે.  ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં કોરોનાનો નવા વેરિયન્ટના ત્રણ કેસ સામે આવતાં ફફડી ઉઠેલી સરકારે તેના સૌથી મોટા શહેરમાં ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.

રવિવાર રાતથી ઓકલેન્ડમાં લોકડાઉન અમલી બન્યું છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને કેબિનેટના મહત્વપૂર્ણ સભ્યો સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે. આર્ડેર્ને કહ્યું કે શહેરમાં નવા કોરોના  વાયરસ વિશે સંપૂર્ણ રીતે સાચી માહિતી ન આવે ત્યાં સુધી જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. નવા કોરોના વાયરસ પહેલા કરતા વધુ ચેપી છે કે કેમ તેની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. ઓકલેન્ડ સિવાય દેશના બાકીના ભાગોને પ્રતિબંધ હેઠળ રાખવામાં આવશે. અન્ય સ્થળોએ લોકડાઉન લાદવામાં ન આવે તે માટે આ કરવામાં આવી રહ્યું છે.

ઓકલેન્ડમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે, જેની ઓળખ થઈ નથી.આ પછી ઇટીહાટન શહેરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જ્યારે કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો હતો ત્યારે ન્યૂઝીલેન્ડે ખૂબ જ અસરકારક રીતે કોરોના પર કાબુ મેળવી લીધો હતો. જેના માટે આ દેશની પ્રશંસા કરવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch