અમદાવાદઃ બાવળાના બગોદરા ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. બગોદરામાં ભાડાના મકાનમાં રહેતા પરિવારે અગમ્ય કારણસર આ પગલું ભર્યું છે. પરિવારે રાત્રે ઝેરી દવા ગટગટાવીને મોત વ્હાલું કર્યું છે. આ ઘટનાની જાણ થતા બગોદરા પોલીસ સ્થળ પર પહોંચીને તમામના મૃતદેહોને 108ની મદદથી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાં છે.
બાવળાના બગોદરા ગામના વિપુલભાઇ કાનજીભાઇ વાઘેલા (ઉં.વ-32), તેમની પત્ની સોનલબેન (ઉ.વ-32), પુત્રી સિમરન (ઉ.વ-11), પુત્ર મયુર (ઉ.વ-8) અને પુત્રી પ્રિન્સી (ઉ.વ-5)એ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે.
આપઘાત કરનાર પરિવાર મૂળ ધોળકાનો હતો.આ પરિવાર એક મહિના પહેલા ધોળકાથી બગોદરા રહેવા આવ્યો હતો. વિપુલભાઇ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારે આ પગલું શા માટે ભર્યું તેનું કારણ અકબંધ છે. બગોદરા પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
કણભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અને જી.આર.ડી જવાન આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-05-16 17:07:21
NEET પેપર લીક વિવાદઃ અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીનો NSUIએ કર્યો ઉગ્ર વિરોધ | 2026-05-14 16:54:51