ઓટાવા: કેનેડાના સરે શહેરમાં ફેબ્રુઆરી 2026માં થયેલા એક સનસનીખેજ ગોળીબાર અને આગચંપીના કેસમાં સ્થાનિક કોર્ટે ત્રણ ભારતીય યુવકોને દોષિત ઠેરવીને જેલની સજા ફટકારી હતી. સરે પ્રાંતીય કોર્ટમાં સુનાવણી દરમિયાન ત્રણેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો, જેના આધારે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
આ ઘટના 1 ફેબ્રુઆરી 2026ના રોજ મોડી રાત્રે ઘટી હતી. સરેના ક્રેસન્ટ બીચ વિસ્તારમાં આવેલા ક્રેસન્ટ રોડ અને 132 સ્ટ્રીટ નજીક એક રહેણાંક મકાનની બહાર અંધાધૂંધ ફાયરિંગ થવાની અને આગ લાગવાની માહિતી સવારે 3:50 વાગ્યે પોલીસને મળી હતી. ઘટના સમયે સરે પોલીસ સર્વિસ (SPS)ની પ્રોજેક્ટ એશ્યોરન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હોવાથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી હતી.
કેસની ગંભીરતાને જોતાં તપાસ SPSના મેજર ક્રાઈમ સેક્શનને સોંપવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મળેલા પુરાવા, સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછને આધારે ગણતરીના કલાકોમાં જ 28 એવેન્યું અને 140 સ્ટ્રીટ પાસેથી ત્રણ શંકાસ્પદ યુવકોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ 21 વર્ષીય હરજોત સિંહ, 19 વર્ષીય તરનવીર સિંહ અને 21 વર્ષીય દયાજીત સિંહ બિલિંગ તરીકે થઈ હતી. પ્રાથમિક તપાસમાં જ સ્પષ્ટ થયું હતું કે આ યુવકોએ એવા ભરચક વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો જ્યાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતા.
કોર્ટ તરનવીર સિંહને બેદરકારીપૂર્વક ફાયરિંગ કરવાના મુખ્ય ગુનામાં કોર્ટે તેને સૌથી વધુ 5 વર્ષની જેલની સજા ફટકારી હતી. દયાજીત સિંહ બિલિંગને વિસ્ફોટક પદાર્થ ફેંકવાના ગુનામાં અદાલતે તેને 27 મહિનાની જેલની સજા ફટકારી હતી. હરજોત સિંહને વિસ્ફોટક મામલામાં દોષિત ઠેરવીને તેને 25 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. દયાજીત અને હરજોતની સજાના ગાળામાંથી તેમણે અગાઉ કસ્ટડીમાં વિતાવેલો સમય બાદ કરવામાં આવશે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
અચાનક મોત માટે તૈયાર રહેજો, ઈરાની અખબારમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ખુલ્લી ધમકી | 2026-07-13 15:07:08
મેક્સિકોમાં હાઈવે પર એક ટ્રકે અનેક વાહનોને અફડેટે લીધા, 2 બાળકો સહિત 9 લોકોનાં મોત | 2026-07-13 08:07:36