Tue,23 April 2024,11:51 pm
Print
header

મેડિકલ શિક્ષણમાં OBC અને EBC રિઝર્વેશન મુદ્દે કેંદ્ર સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય, જાણો વધુ વિગતો

નવી દિલ્હી: મોદી સરકારે મેડિકલ અને ડેન્ટલમાં ઓબીસી અને ઇબીસી રિઝર્વેશન મુદ્દે મોટો નિર્ણય લીધો છે. યુજી અને પીજી મેડિકલ-ડેન્ટલ કોર્સિસમાં (MBBS/ MD/ MS/Diploma/BDS/MDS) આ જ વર્ષથી એટલે કે 2021-22માં 27 ટકા ઓબીસી અને 10 ટકા ઇબીસી રિઝર્વેશન આપવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે.

આ નિર્ણયથી 5550 વિદ્યાર્થીઓને લાભ થશે. સરકાર બંને બેકવર્ડ કેટેગરી અને EWSના વિદ્યાર્થીઓને રિઝર્વેશનનો લાભ આપશે, તેમ મિનીસ્ટ્રિ ઓફ હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર દ્વારા જણાવાયું છે.પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો.પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું અમારી સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષથી અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક તબીબી / ડેન્ટલ અભ્યાસક્રમો માટે ઓબીસી વર્ગ માટે 27% આરક્ષણ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% આરક્ષણ આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર  તેમણે આજે  શૈક્ષણિક કેલેન્ડરથી ઓલ ઇન્ડિયા લેવલે મેડિકલ પ્રવેશમાં ઓબીસી માટે 27% અને આર્થિક રીતે પછાત વર્ગ માટે 10% અનામત લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં MBBS ની 2014 માં 54,348 બેઠકોથી 56% વધીને 2020 માં 84,649 બેઠકો અને PG ની બેઠકો 2014 માં 30,191 બેઠકોથી 80% વધીને 2020 માં 54,275 બેઠકો થઈ છે.આ જ સમયગાળા દરમિયાન  179 નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે હવે દેશમાં 558 (ગર્વમેન્ટ- 289, પ્રાઈવેટ- 269) મેડિકલ કોલેજો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch