Fri,19 April 2024,5:04 pm
Print
header

26/11 ના હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લવાશે, માસ્ટર માઇન્ડ હેડલીનો હતો ખાસ

મુંબઈઃ 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકાની કોર્ટે  પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર હુસૈન રાણાના ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. 10 જૂન, 2020 ના રોજ ભારત સરકારે રાણાની ધરપકડ કરીને તેને ભારત લાવવાની માંગ કરી હતી. અમેરિકન પ્રેસિડેન્ટ બાઇડેને તેને ટેકો આપ્યો હતો અને આખરે યુએસ કોર્ટે તેને મંજૂરી આપી દીધી છે.

રાણા માસ્ટરમાઇન્ડ હેડલીનો હતો રાઝદાર

કેલિફોર્નિયા કોર્ટે 16 મેના રોજ આ નિર્ણય આપ્યો હતો, જે આજે જારી કરવામાં આવ્યો છે. મુંબઈ હુમલાના કાવતરામાં કથિત સંડોવણી બદલ તહવ્વુર હુસૈન રાણાની યુએસમાં ધરપકડ કરવામાં આવી હતી. NIA લશ્કર દ્વારા કરવામાં આવેલી આ આતંકવાદી ઘટનાની તપાસ કરી રહી છે. કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે રાણા જાણતો હતો કે તેનો બાળપણનો મિત્ર ડેવિડ કોલમેન હેડલી એલઈટી સાથે જોડાયેલો છે અને મુંબઈ હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો. રાણાએ હેડલીની પ્રવૃતિઓને ઢાંકતી વખતે તેના કવર તરીકે કામ કર્યું હતું. હેડલીની લશ્કરના આતંકવાદીઓ સાથેની તમામ મીટિંગોથી રાણા વાકેફ હતો.

હેડલીને 2013માં 35 વર્ષની સજા ફટકારવામાં આવી હતી

ડેવિડ હેડલીને અમેરિકી કોર્ટે 2013માં 35 વર્ષની સજા ફટકારી હતી. તેણે ભારતમાં ચાલી રહેલા મુંબઈ હુમલાના કેસમાં મંજૂરી આપનાર હોવાની કબૂલાત કરી હતી. આ જુબાનીના બદલામાં તેણે સજામાં માફી માટે વિનંતી કરી હતી. હુમલા પહેલા હેડલી પાંચ વખત ભારત આવ્યો હતો. હુમલાની જગ્યાનો વીડિયો બનાવ્યો હતો અને સિદ્ધિવિનાયક મંદિરમાંથી કાલવ પણ ખરીદ્યો જે હુમલા વખતે આતંકવાદીઓએ પહેર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch