Tue,16 April 2024,11:18 am
Print
header

ટેક્સ ચોર ચિરીપાલ ગ્રુપ, IT ને અત્યાર સુધી 25 કરોડ રૂપિયાની રોકડ અને 20 કરોડના દાગીના મળ્યાં- Gujaratpost

ઇન્કમટેક્સ વિભાગને અત્યાર સુધી રૂપિયા 25 કરોડની રોકડ મળી

અમદાવાદમાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન 

અમદાવાદઃ ચિરીપાલ ગ્રુપ પરની ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં કરોડો રૂપિયાની રોકડ અને બિન હિસાબી વ્યવહારો હાથ લાગ્યા છે. IT વિભાગે રૂપિયા 25 કરોડ રોકડ, 15 કરોડની જ્વેલરી અને 1.50 લાખ ડોલર ઝડપી લીધા છે. આવકવેરા જૂથને આ દરોડામાં 800 કરોડના બેનામી આર્થિક વ્યવહારો મળ્યાં છે. તપાસમાં અત્યાર સુધીમાં 25 કરોડ રોકડા તેમજ 15 કરોડનું ઝવેરાત મળ્યું છે. 20 બેન્ક લોકર પણ મળી આવ્યાં છે. જેની તપાસ થઇ રહી છે.

10 દિવસથી ચાલી રહેલી તપાસમાં અધિકારીઓએ ફેક્ટરી, ડિરેક્ટરોના બંગ્લોઝ, ઓફિસ અને કર્મચારીઓનાં ઠેકાણે તપાસ કરી છે. તેમાં અનેક પ્રકારના ડોક્યુમેન્ટ અને ડિઝિટલ સામગ્રી મળી આવી છે.અહીં સતત એક સપ્તાહ સુધી સ્કેનિંગ ચાલ્યું છે. ઓફિસના કોમ્પ્યુટર અને લેપટોપ વગેરે સ્કેન કરવામાં આવ્યાં હતા. જેને આધારે અધિકારીઓએ 800 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા છે.ડિજિટલ દસ્તાવેજોની એફએસએલ (FSL) ના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. જમીનોમાં કરેલા રોકાણના દસ્તાવેજોની ફાઇલો પણ મળી આવી છે.

અમદાવાદમાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અગાઉ પણ ચીરિપાલ ગ્રુપને સંલગ્ન કુલ 35થી 40 જગ્યાઓએ તપાસ હાથ ધરાઇ હતી.જેમાં શિવરંજની ચાર રસ્તા પર આવેલી કોર્પોરેટ ઓફિસ, બોપલ રોડ પર ચીરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર અધિકારીઓએ રેડ પાડી હતી. જેમાં IT (ઇન્કટેક્સ) વિભાગને કરોડોમાં બેનામી વ્યવહારો હાથ લાગ્યા હતા. હવે ફરીથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch