Sat,08 August 2026,9:53 pm
Print
header

24 કલાકમાં કપરાડામાં સાડા પાંચ ઇંચ વરસાદ: 7 જિલ્લાઓમાં ઓરેન્જ અને અમદાવાદ સહિત 11 માં યલો એલર્ટ

  • Published By
  • 2026-07-26 10:13:47
  • /
  • 13 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો 
  • રવિવારે સવારે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 28 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો 

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સરકારી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 5.51 ઇંચ વરસાદ નોંધાયો છે.

  • કપરાડા: 5.51 ઇંચ
  • ઓગડ: 3.86 ઇંચ
  • ખેરગામ: 3.39 ઇંચ
  • નડિયાદ: 3.31 ઇંચ
  • નાનાપોંઢા: 3.11 ઇંચ

હવામાન વિભાગ મુજબ,  આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ રહેવાની છે. હવામાન વિભાગ દ્વારા વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર' ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ગઈકાલે સમીક્ષા બેઠક યોજી હતી.  પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠામાં વધુ વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 42,158 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch