10 તાલુકાઓમાં ચાર ઈંચથી વધારે વરસાદ
124 તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો
અમદાવાદઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા આજે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠાના વડગામમાં વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે, જેમાં વિજાપુરમાં 6.3 ઇંચ, પાલનપુરમાં 6.1 ઇંચ અને દાંતીવાડામાં 6.0 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે જિલ્લાના કેટલાક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી છે, જેમાં પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે ઉપર આવેલા સોનગઢના પાટીયા નજીક વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. નેશનલ હાઇવેના રોડ ઉપર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો ત્યાંથી પસાર ભારે મુશ્કેલી બેઠી રહ્યાં છે, વરસાદી પાણી ભરાવાના કારણે ઉપર ટ્રાફિકના દ્રશ્યો પણ ક્યાંક સામે આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેમાં વલોદમાં 5.63 ઇંચ, ઉમરપાડામાં 5.31 ઇંચ અને સુબીરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠામાં પણ વરસાદી પારી વધી છે, જેમાં ખેડબ્રહ્મામાં 5 ઇંચ, વડાલીમાં 4.3 ઇંચ અને હિંમતનગરમાં 3.1 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
વધુ એક દુર્ઘટના, માંગરોળના આજક ગામે બ્રિજ તૂટ્યો, 8 જેટલા લોકો નદીમાં પડ્યાં બાદ બચાવ- Gujarat Post | 2025-07-15 09:44:30