કરાકાસઃ વેનેઝુએલામાં એક વિનાશક ભૂકંપે તબાહી મચાવી દીધી છે. માત્ર એક મીનિટના સમયગાળામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપ 7.2 અને 7.5 ની તીવ્રતામાં અત્યાર સુધીમાં 235 લોકોની લાશો મળી છે. જ્યારે 1,500 થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્યકરો અને સ્થાનિક લોકો કાટમાળ નીચે ફસાયેલા ઘણા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યાં છે.
આ વિનાશક ભૂકંપમાં આશરે 250 ઇમારતો નાશ પામી છે. 4,300 લોકો ઘાયલ થયા છે, અને લગભગ અનેક લોકો ધરાશાયી થયેલા બાંધકામો નીચે ફસાયેલા છે. ગુમ થયેલા વ્યક્તિઓને ટ્રેક કરતી એક વેબસાઇટે 46,000 થી વધુ વ્યક્તિઓને ગુમ હોવાની માહિતા આપી છે, જો કે આ આંકડાની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી.
આપત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે લા ગુએરાને આપત્તિ ક્ષેત્ર જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે અધિકારીઓ બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી ભારે મશીનરી લાવી રહ્યાં છે. તેમણે વ્યવસાયોને બાંધકામ સાધનો પૂરા પાડવા અપીલ કરી હતી અને અધિકારીઓ શક્ય તેટલા વધુ લોકોને બચાવવાની આશા વ્યક્ત કરી હતી. ફસાયેલા લોકો માટે બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે.
ગુરુવારે આવેલા વિનાશક ભૂકંપને કારણે આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ છે. રાજધાની કરાકાસ અને લા ગુએરામાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે. મેટ્રો સેવાઓ સ્થગિત કરવામાં આવી છે અને શાળાઓને આશ્રયસ્થાનોમાં રૂપાંતરિત કરવામાં આવી છે. અન્ય ઘણા વિસ્તારોમાંથી પણ ભૂકંપના અહેવાલો આવ્યા છે.
USGS આગાહી મોડેલિંગ સૂચવે છે કે અંતિમ મૃત્યુઆંક હજારો સુધી પહોંચી શકે છે. વૈશ્વિક સહાય અને રાહત પ્રયાસો તીવ્ર બની રહ્યાં છે. વિશ્વભરની સરકારો અને માનવતાવાદી સંગઠનોએ બચાવ ટીમો, ભંડોળ અને કટોકટી પુરવઠો એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે.
અમેરિકાએ 150 મિલિયન ડોલરની માનવતાવાદી સહાયને મંજૂરી આપી છે. જેમાં યુએન એજન્સીઓ અને સહાય સંસ્થાઓ માટે ભંડોળનો સમાવેશ થાય છે અને આપત્તિ પ્રતિભાવ ટીમો તેમજ શહેરી શોધ અને બચાવ એકમો તૈનાત કર્યા છે.
યુએસ સૈન્યએ રાહત કામગીરીમાં મદદ કરવા માટે બે યુદ્ધ જહાજો, પરિવહન વિમાનો અને હેલિકોપ્ટર તૈનાત કરવાની પણ જાહેરાત કરી છે.
મેક્સિકો, કોલંબિયા, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, ઇક્વાડોર, પનામા અને અલ સાલ્વાડોર સહિત અનેક દેશોએ બચાવ ટીમો, તબીબી કર્મચારીઓ, શોધ કૂતરાઓ, વિમાનો અને કટોકટી સાધનો મોકલવાનું વચન આપ્યું છે. વડા પ્રધાન મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને સહાયની ખાતરી આપી છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
અચાનક મોત માટે તૈયાર રહેજો, ઈરાની અખબારમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ખુલ્લી ધમકી | 2026-07-13 15:07:08
મેક્સિકોમાં હાઈવે પર એક ટ્રકે અનેક વાહનોને અફડેટે લીધા, 2 બાળકો સહિત 9 લોકોનાં મોત | 2026-07-13 08:07:36