Thu,25 April 2024,7:28 pm
Print
header

નશાનું નેટવર્ક, સાવલીમાંથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.1000 કરોડ - Gujaratpost

ગુજરાત ATS એ ફેક્ટરીમાં રેડ કરીને 200 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું

આ ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું

વડોદરાઃ ગુજરાત એટીએસએ 200 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 1000 કરોડ જેટલી હોવાનું અનુમાન છે. ગુજરાત ATSએ વડોદરાના સાવલી પાસેની ફેક્ટરીમાં રેડ કરીને 200 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. હાલમાં સર્વેની કામગીરી ચાલુ છે. ATSની ટીમે ડ્રગ્સનું વજન કરવાની કામગીરી શરૂ કરી છે.  ગુજરાતમાં MD ડ્રગ્સના વધી રહેલા વ્યાપને બિઝનેસ બનાવનારી આ કંપની ગુજરાતીની જ  હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે, વડોદરા નજીક આવેલા સાવલી પાસેની ફેક્ટરીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે, જેથી ઘણા દિવસોથી આ ફેક્ટરીની આસપાસ વોચ રાખીને તપાસ કરતા તેઓને સચોટ માહિતી મળી હતી કે અંદર ડ્રગ્સ કે અન્ય કોઈ હાનિકારક વસ્તુ છે.

ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા સાવલીની આ ફેક્ટરીમાં રેડ કરીને તપાસ કરતા ત્યાંથી 200 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું છે. જેની કિંમત 1000 કરોડ જેટલી થાય છે. આ ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું. અગાઉ પણ એક વખત આ ડ્રગ્સ મોકલાયું હોવાની ATSને માહિતી મળી છે. ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ કરીને MD ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. જે ગુજરાત અને અન્ય રાજ્યોમાં સપ્લાય થતું હતું. હવે આ રેકેટના તાર શોધવા ATS તપાસ કરી રહી છે.

આ અંગે ગુજરાત ATSના ડીઆઈજી દીપેન ભદ્રને મીડિયાને જણાવ્યું કે અમને મળી આવેલા 200 કિલો ડ્રગ્સની અમે તપાસ કરી રહ્યાં છીએ. આ ડ્રગ્સ 6 મહિના પહેલા બન્યું હોવાનું જાણવા મળ્યું છે.કંઈ જગ્યાઓએ અને કેટલું ડ્રગ સપ્લાય થયું તેની તપાસ અમે કરી રહ્યાં છીએ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch