Sat,08 August 2026,9:42 pm
Print
header

સિક્કિમમાં ટનલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 કામદારોનાં મોત થયા, હજુ લોકો ફસાયેલા છે

  • Published By Panna Patel
  • 2026-07-22 09:27:18
  • /

ગંગટોક: સિક્કિમમાં ટનલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 કામદારોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલુ છે અને અન્ય લોકોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન ટનલમાં મિથેન ગેસના વિસ્ફોટની શંકાસ્પદ ઘટનાને કારણે ટનલ ધરાશાયી થઈ હતી.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, કેટલાક લોકો હજુ પણ ફસાયેલા છે. અકસ્માત બાદ, મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે મૃતક કામદારોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઘાયલ વ્યક્તિઓને રૂ. 50,000 ની સહાય આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ એ પણ જાહેરાત કરી હતી કે ટનલ ધરાશાયી થવાનું કારણ બનેલા મિથેન ગેસ વિસ્ફોટની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી

અકસ્માત બાદ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. તેમણે મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની સહાય રાશિ આપવાની જાહેરાત કરી હતી.

આ ઘટના ક્યારે બની ?

આ ઘટના 20 જુલાઈ, 2026 (સોમવાર) ના રોજ બની હતી અને હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. NHPC ના નિવેદન અનુસાર, ખડકોના સ્તરોમાં ફસાયેલા મિથેન ગેસના અચાનક વિસ્ફોટને કારણે આ ધડાકો થયો હતો, જેના પરિણામે ઘટ્ટ ધુમાડો અને ઝેરી વાયુ બહાર નીકળ્યો હતો.

પોલીસ અધિક્ષકે મોતની પુષ્ટિ કરી

પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ટનલમાં ફસાયેલા 25 લોકોમાંથી 20 લોકોના મોત થયા છે. વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી શોધ અને બચાવ કામગીરી દરમિયાન મૃતદેહો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 7 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે અને બાકીના મૃતદેહોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch