Sun,16 November 2025,6:26 am
Print
header

બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ... 20 લોકો જીવતા બળી ગયા, શું જેસલમેર અકસ્માત ફટાકડાને કારણે થયો ?

  • Published By Panna patel
  • 2025-10-15 08:32:04
  • /

રાજસ્થાનઃ જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક ખાનગી બસમાં અચાનક આગ લાગવાથી 20 મુસાફરોના મોત થયા છે અને 16 ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત જેસલમેર-જોધપુર હાઇવે પર ત્યારે થયો જ્યારે બસ 57 મુસાફરોને લઈને જોધપુર તરફ જઈ રહી હતી. પોલીસ એ શક્યતાની તપાસ કરી રહી છે કે બસમાં આગ ફટાકડાના વિસ્ફોટથી લાગી હતી કે કેમ, રાજસ્થાનના મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસરે કહ્યું, મેં મારા જીવનમાં ક્યારેય આવો અકસ્માત જોયો નથી. બસમાં વિસ્ફોટ થયો હતો. FSL ટીમ તપાસ કરશે.

ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી માહિતી એકઠી કરવામાં આવી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક મુસાફરો ફટાકડા લઈને જઈ રહ્યા હતા, જેના કારણે બસની અંદર અચાનક આગ લાગી હતી અને તેમાં વિસ્ફોટ થયો હતો. બસની સ્થિતિ અને અંદરનો સામાન સંપૂર્ણપણે બળી ગયો હતો. 

બસ મંગળવારે બપોરે 3 વાગ્યાની આસપાસ જેસલમેરથી રવાના થઈ હતી. ડ્રાઇવરે વાહનના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોયો. ડ્રાઇવરે બસ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી ભયંકર હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સેનાના જવાનો પણ બચાવ અને રાહત કાર્યમાં જોડાયા હતા.  

ફાયર સર્વિસ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘાયલ મુસાફરોને જેસલમેરની જવાહર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાં ગંભીર રીતે ઘાયલ 16 મુસાફરોને ગંભીર હાલતમાં જોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસમાં આગ લાગવાથી 20 મુસાફરોનાં મોત થયા છે. બસમાં 19 મુસાફરોના મોત થયા હતા અને જોધપુર લઈ જતી વખતે એક મુસાફરનું ગંભીર ઈજાથી મોત થયું હતું. 

જેસલમેર જિલ્લા વહીવટીતંત્રે મૃતકોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ શરૂ કર્યું છે. મૃતદેહો એટલા બળી ગયા છે કે ઓળખ ફક્ત ડીએનએ દ્વારા જ શક્ય બનશે. મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવે તે પહેલાં ડીએનએ મેચિંગ કરવામાં આવશે.

પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને અકસ્માતમાં થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેકને રૂ. 2 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલ મુસાફરોને રૂ.50,000 ની સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું, જૈસલમેરમાં બસમાં આગ લાગવાની ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઘાયલ મુસાફરોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch