(મૃતક અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા)
વડોદરા, રાજકોટઃ રાજ્યમાં વિદ્યાર્થિનીઓ દ્વારા આત્મહત્યા કરવાના બે અલગ અલગ ચકચારી બનાવો સામે આવ્યા છે. વડોદરામાં ધોરણ-10ની સગીરાએ સ્કૂલેથી આવીને પોતાના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે રાજકોટની ખ્યાતનામ મારવાડી યુનિવર્સિટીમાં હોસ્ટેલના 10 મા માળેથી આંધ્રપ્રદેશની એન્જિનિયરિંગ વિદ્યાર્થિનીએ ઝંપલાવી આપઘાત કરી લીધો છેે. બંને ઘટનાઓમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાત પાછળના કારણો શોધવા તપાસ તેજ કરી છે.
વડોદરા શહેરમાં એન્જિનિયરિંગના ધંધા સાથે સંકળાયેલા ઉદ્યોગપતિની 15 વર્ષીય પુત્રીએ આપઘાત કર્યો હતો. વડસર બ્રિજ પાસે આવેલી જય અંબે સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સવારે 6:10 વાગ્યે રાધે રેસિડેન્સી સ્થિત પોતાના ઘરેથી સ્કૂલ બસમાં ગઈ હતી. બપોરે 11 વાગ્યાની આસપાસ સ્કૂલેથી પરત આવ્યાં બાદ તેણે અગમ્ય કારણોસર પાંચમા માળના ટેરેસ પર જઈ નીચે છલાંગ લગાવી દીધી હતી.
વિદ્યાર્થિની નીચે પટકાતાં થયેલા અવાજથી આસપાસના રહીશો અને પરિવારજનો દોડી આવ્યાં હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મકરપુરા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
બીજા બનાવમાં રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10મા માળેથી કૂદીને મૂળ આંધ્રપ્રદેશની 19 વર્ષીય વિદ્યાર્થિની અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ આત્મહત્યા કરી હતી. સૌબર્નિકા યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ (AI)ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર, સવારે 10 વાગ્યાની આસપાસ તે મોબાઈલ ફોન પર કોઈની સાથે વાતચીત કરી રહી હતી અને તે દરમિયાન જ અચાનક તેણે 10મા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સૌબર્નિકા પરિવારની એકની એક દીકરી હતી. થોડા સમય અગાઉ તેના પિતાનું અવસાન થતાં માતા વતનમાં છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, જ્યારે તેના મામા તેના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉપાડતા હતા. પિતા બાદ એકમાત્ર દીકરી પણ છીનવાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
કેનેડાના PR મળતાં જ પતિ બદલાઈ ગયો, અપ્રાકૃતિક સંબંધ બાંધીને વીડિયો ઉતાર્યા | 2026-10-06 17:10:21
પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027 માં આંતરરાષ્ટ્રીય સ્તરે કર્યો પ્રવેશ, ગુજરાતની એક માત્ર યુનિવર્સિટી બની | 2026-10-06 15:50:58
પારુલ આયુર્વેદ હોસ્પિટલના માધવબાગ યુનિટમાં આયુર્વેદિક પંચકર્મ દર્દીઓને હૃદયની સારસંભાળની સફરમાં મદદ કરે છે | 2026-10-06 15:40:03
પારુલ યુનિવર્સિટીમાં લૉ ફેસ્ટ સંવિધાન પે ચર્ચા 4.0, જજો અને કાયદાકીય નિષ્ણાંતોએ બંધારણ પરની આ ચર્ચાનું નેતૃત્વ કર્યું | 2026-10-06 15:33:51
આ ક્લાસ- 1 અધિકારીએ 59 વર્ષની ઉંમરે 40 હજાર રૂપિયાની લાંચ લીધી અને ACB ના હાથે ઝડપાઇ ગયા | 2026-10-06 12:22:22
રાજકોટમાં કંપાવનારી ઘટના: તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય | 2026-10-09 18:00:15
રાજકોટઃ ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપીને શિક્ષકે 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું | 2026-10-02 17:38:12
રાજકોટના વાવડીમાં ક્રેનની ઠોકરે યુવકનું કમકમાટીભર્યું મોત: ટક્કર બાદ ચાલકે રિવર્સ લેતાં ક્રેન નીચે કચડાઇ ગયા | 2026-09-29 17:54:58
ગોંડલ પાસે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત, 13 વર્ષનો માસૂમ વ્રજ પણ ન બચી શક્યો | 2026-09-27 15:45:48
રાજકોટની મોડેલ સાથે મેટ્રિમોનિયલ સાઇટ મારફતે છેતરપિંડી: વડોદરાના બિલ્ડરે રૂ.100 ના સ્ટેમ્પ પર બોગસ લગ્ન કરી દુષ્કર્મ આચર્યું | 2026-09-27 10:12:34