5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
અમદાવાદઃ ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. વરસાદી ટ્રફ લાઈન પસાર થતી હોવાથી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ આ ઉપરાંત નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાં છે.
આમ, તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જુન બાદથી જ આવતું હોય છે. પરંતું આ વખતે વાતાવરણમાં એવા પલટા આવ્યાં છે. જેને કારણે ચોમાસું વહેલું આવ્યું છે. સાથે જ આ વર્ષનું ચોમાસું ધોધમાર રહે તેવી પણ આગાહી છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે. તેમ છતાં આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 30 જૂન સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી કરી છે. ઉપરાંત 7 થી 9 જૂન સુધી અંધારીયો વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી, મુસાફરોનો કોલકાતા ઉતારવામાં આવ્યા | 2025-06-17 09:54:32
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
Fact check: લેબનોનમાં થયેલા વિસ્ફોટના વીડિયોને અમદાવાદ વિમાન દુર્ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે | 2025-06-17 09:50:15
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, ગૃહમંત્રી શાહ અંતિમ દર્શન કરવા જશે | 2025-06-16 08:30:05
રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમયાત્રાની તૈયારીઓ, આ રૂટ રહેશે બંધ - Gujarat Post | 2025-06-15 11:51:28
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, વીજળી પડવાથી 7 વર્ષના બાળક સહિત 4 લોકોનાં મોત | 2025-06-15 07:38:13
અમિત ખૂંટ હત્યા કેસઃ મોડલે રાજકોટના ડી.સી.પી. સહિતના અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી- Gujarat Post | 2025-06-11 09:11:42