Tue,09 December 2025,11:17 am
Print
header

ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post

  • Published By
  • 2025-04-28 10:27:34
  • /
  • અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો, કહ્યું આ ગોંડલ નહીં મિર્ઝાપુર છે
  • ગોંડલમાં અનેક જગ્યાએ અલ્પેશ કથીરિયાનો વિરોધ કરાયો

ગોંડલઃ રવિવારે ગોંડલમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા થયો હતો. ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા રવિવારે ગોંડલની મુલાકાતે હતા. જેમાં તેમણે આશાપુરા મંદિરમાં દર્શન  કર્યા હતા ત્યાંથી  નીકળતા તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે 20 લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો છે, તેમજ ગાડીમાં તોડફોડ કરનારા બે શખ્સોની અટકાયત કરી હતી. પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી.

કથીરિયાએ જણાવ્યું કે, અમે ગોંડલમાં પ્રવેશ્યા અને અમારી કાર પર અચાનક પથ્થરમારો થયો અને 7 થી 8 ગાડીઓને ભારે નુકસાન થયું છે. અલ્પેશ કથીરિયાનું કહેવું છે કે,ગોંડલમાં આવ્યાં તો લોકોએ અમારૂ સ્વાગત કર્યુ હતુ, જે ગણેશ ગોંડલથી સહન ના થયું એટલે તેમણે અમારી પર હુમલો કરાવ્યો છે.

ગોંડલની મુલાકાતમાં થયેલા  હુમલા બાદ અલ્પેશ કથીરિયા  જણાવ્યું કે, જ્યાં સુધી અમે ગોંડલમાં રહીશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવે તો તેના પર હુમલો કરવામાં આવે છે. ગોંડલમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને અમુક વ્યક્તિના ઈશારે નચાવવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch