મધ્યપ્રદેશઃ રાજધાની ભોપાલમાં એક નિવૃત્ત એન્જિનિયરના ઘરે દરોડા પાડવામાં આવ્યાં, ભ્રષ્ટાચાર વિરોધી લોકાયુક્તે નિવૃત્ત જાહેર બાંધકામ વિભાગ (PWD) ના મુખ્ય ઇજનેર જીપી મહેરાના નિવાસસ્થાને દરોડા પાડ્યાં હતા. એક ભ્રષ્ટ નિવૃત્ત એન્જિનિયરના ઘરેથી તેમની આવક કરતાં કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે.
ફાર્મહાઉસમાંથી 17 ટન મધ જપ્ત
એક ભ્રષ્ટ નિવૃત્ત એન્જિનિયરના ઘરેથી લાખો રૂપિયા રોકડા, 3 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યું. તેમના ફાર્મહાઉસમાંથી 17 ટન મધ જપ્ત કરવામાં આવ્યું છે. આ દરોડા લોકાયુક્તના ચાર ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) સ્તરના અધિકારીઓ દ્વારા પાડવામાં આવ્યા હતા. આ દરોડા ભોપાલ અને નર્મદાપુરમમાં ચાર સ્થળોએ પાડવામાં આવ્યા હતા.
ઘરમાંથી લાખો રૂપિયા રોકડા મળી આવ્યાં
મણિપુરમ કોલોનીમાં મહેરાના ભવ્ય ઘરમાંથી અધિકારીઓએ રૂ.8.79 લાખ રોકડા, લગભગ રૂ. 50 લાખના ઘરેણાં અને રૂ.56 લાખની ફિક્સ ડિપોઝિટ જપ્ત કરી હતી. પરંતુ ખરો ખજાનો તેમના બીજા ઘરમાં હતો, જે દાના પાની નજીક ઓપલ રિજન્સીમાં એક આલીશાન એપાર્ટમેન્ટ હતું.
માછલી ઉછેર માટે ખાનગી તળાવો પણ ઉપલબ્ધ
તપાસકર્તાઓને રૂ.26 લાખ રોકડા, રૂ.3.05 કરોડની કિંમતનું 2.6 કિલોગ્રામ સોનું અને 5.5 કિલોગ્રામ ચાંદી મળી આવ્યું છે. સોહાગપુર (નર્મદાપુરમ) તહસીલના સૈની ગામમાં સ્થિત આ ફાર્મહાઉસમાં 17 ટન મધ, 6 ટ્રેક્ટર, નિર્માણાધીન 32 કોટેજ અને 7 પૂર્ણ થયેલા કોટેજ પણ હતા. ફાર્મહાઉસમાં માછલી ઉછેરની સુવિધાઓ સાથેનું એક ખાનગી તળાવ પણ બનાવવામાં આવ્યું છે.
ઘણી લક્ઝરી કાર પણ જપ્ત કરવામાં આવી
એક ગૌશાળા, એક મંદિર અને ફોર્ડ એન્ડેવર, સ્કોડા સ્લેવિયા, કિયા સોનેટ અને મારુતિ સિયાઝ જેવી લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી હતી. ગોવિંદપુરા ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત કેટી ઇન્ડસ્ટ્રીઝ પર પણ દરોડા પાડવામાં આવ્યાં હતા, જે મહેરાના વ્યવસાયિક મથક માનવામાં આવે છે. અહીં અધિકારીઓને સાધનો,કાચો માલ, 1.25 લાખ રૂપિયા રોકડા અને દસ્તાવેજો મળ્યાં જે દર્શાવે છે કે મહેરાના સંબંધીઓ પેઢીમાં ભાગીદાર હતા
લોકાયુક્ત ટીમ હજુ પણ દરોડા પાડી રહી છે
લોકાયુક્ત ટીમે રૂ.36.04 લાખ રોકડા, 2.649 કિલો સોનું, 5.523 કિલો ચાંદી, ફિક્સ ડિપોઝિટ, વીમા પોલિસી, શેર દસ્તાવેજો, ઘણી મિલકતો અને ચાર લક્ઝરી કાર જપ્ત કરી છે.
લોકાયુક્ત અધિકારીઓએ પુષ્ટિ આપી કે મિલકતોનું મૂલ્યાંકન હજુ ચાલુ છે અને તેની કિંમત કરોડો રૂપિયા હોવાની ધારણા છે. દરમિયાન, જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડિજિટલ ફાઇલો અને બેંકિંગ રેકોર્ડની તપાસ કરવા માટે ફોરેન્સિક ટીમો તૈનાત કરવામાં આવી છે. જી.પી. મહેરાના બેનામી રોકાણો શોધી કાઢવામાં આવી રહ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અમિત શાહ દ્વારા કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘઘાટન, પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં ઉપસ્થિત રહ્યા હતા | 2025-11-15 18:46:33
Bihar Election Results: NDA માટે રવીન્દ્ર જાડેજા સાબિત થયા ચિરાગ, બિહાર ચૂંટણીમાં નિભાવ્યો ફિનિશરનો રોલ! | 2025-11-14 18:41:19
કાશ્મીરમાં આતંકી ડોક્ટર ઉમર નબીનું ઘર તોડી પાડવામાં આવ્યું, આખી રાત ઓપરેશન ચાલ્યું | 2025-11-14 08:56:41
દિલ્હી બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર કોણે કર્યું હતું ? તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ આવ્યું બહાર | 2025-11-13 09:23:08
દિલ્હી બ્લાસ્ટ: ડો. ઉમર જ હતો વિસ્ફોટવાળી કારમાં, DNA રિપોર્ટમાં મોટો ખુલાસો | 2025-11-13 08:44:49
મુંબઈમાં ડિજિટલ ધરપકડ અને 58 કરોડ રૂપિયાની છેતરપિંડી, તપાસમાં ચીન- હોંગકોંગ- ઇન્ડોનેશિયા કનેક્શન ખુલ્યું | 2025-11-12 09:24:38