નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર નિર્ભયા જેવો કાંડ સામે આવ્યો છે. જે બાદ મહિલાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રેટર નોઈડાથી દિલ્હીના કશ્મીરી ગેટ વચ્ચે દોડતી એક સ્લીપર બસમાં આ શરમજનક ઘટના બની હતી
બસમાં 16 વર્ષીય સગીર વિદ્યાર્થિની સાથે ડ્રાઇવર અને કંડક્ટરે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલો દિલ્હીના કશ્મીરી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે બંને આરોપી ડ્રાઇવર અને કંડક્ટરની ધરપકડ કરી લીધી છે. આ ઘટના 4 ઑગસ્ટ 2026 ના રોજ બની હોવાનું સામે આવ્યું છે. ગુનામાં વપરાયેલી બસને પોલીસે કબ્જે કરી લીધી છે.
પીડિતા મૈનપુરી જિલ્લાની રહેવાસી છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે. તે 3 ઑગસ્ટ 2026ના રોજ અભ્યાસ બાબતે માતાના ઠપકાથી નારાજ થઈને કોઈને કહ્યાં વગર ઘરેથી નીકળી ગઈ હતી. તે નોઈડા સેક્ટર-63માં રહેતા તેના પિતરાઈ ભાઈના ઘરે જવા નીકળી હતી. 3 ઑગસ્ટે ઘરેથી નીકળ્યાં બાદ તે ગ્રેટર નોઈડાથી દિલ્હી જતી સ્લીપર બસમાં સવાર થઈ હતી, જ્યાં બસની અંદર જ ડ્રાઇવર અને કંડક્ટરે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
VIDEO | Delhi: 16-year-old girl gang-raped inside bus; vehicle seized for forensic examination.
— Press Trust of India (@PTI_News) August 31, 2026
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/tinKJTaDC2
ઘટનાની માહિતી મળતાં જ કશ્મીરી ગેટ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને તપાસ શરૂ કરી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીના વસંત વિહારમાં ચાલતી બસમાં નિર્ભયા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને તેને રસ્તા પર મરવા માટે ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનામાં નિર્ભયાના પરિવારને 7 વર્ષ અને 3 મહિના બાદ ન્યાય મળ્યો હતો. નિર્ભયાના ગુનેગારોમાં અક્ષય ઠાકુર, મુકેશ સિંહ, વિનય શર્મા અને પવન ગુપ્તા સહિત છ લોકો સામેલ હતા. તેમાંથી રામસિંહ નામના આરોપીએ જેલમાં જ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે એક સગીરને સુધાર ગૃહમાંથી મુક્ત કરાયો હતો. બાકીના ચારેય દોષિતો, અક્ષય ઠાકુર, મુકેશ સિંહ, વિનય શર્મા અને પવન ગુપ્તાને 20 માર્ચ 2020ના રોજ સવારે 5:30 વાગ્યે ફાંસી આપવામાં આવી હતી.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
BRICS 2026: પીએમ મોદીએ મૂક્યો સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડનો પ્રસ્તાવ, કહ્યું આપણે સાથે ચાલવું જોઇએ | 2026-09-13 12:32:43
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17