Sat,20 April 2024,6:20 am
Print
header

73મો સ્વાતંત્ર્ય દિવસ, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યાં પછી પહેલી વખત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યાં બાદ પ્રથમ વખત અહી 15 ઓગસ્ટની ઉજવણી થઇ અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી, શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો,અહી જમ્મુ-કાશ્મીરના પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા,અને મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ સત્યપાલ મલિકે સંબોધન કર્યું હતુ. તેમને 370 હટાવ્યાં બાદ શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવા માટે જનતાનો આભાર માન્યો હતો.

બીજી તરફ કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઇ છે, મોટાભાગના વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે, પ્રદર્શનક કે પથ્થરમારાની કોઇ ઘટના બની નથી, અને થોડા દિવસો બાદ અહી ધારા 144માંથી છૂટછાટ પણ આપવામાં આવશે.

બીજી તરફ લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ સેરિંગે પણ ધામધૂમથી 73મો સ્વાંત્ર્યત દિવસ મનાવ્યો હતો, તેમને ઢોલ વગાડીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો, આ સાંસદે અગાઉ પણ રાષ્ટ્રધ્વજ લઇને ડાન્સ કર્યો હતો અને સંસદમાં કાશ્મીર પર જોરદાર ભાષણ આપ્યું હતુ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch