મેક્સિકોઃ ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા વધી જ રહી છે, જે લોકોને વિઝા મળતા નથી તેઓ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરે છે. જેમાં ઘણી વખત ઝડપાઇ જાય છે. મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા 150 ગુજરાતીઓ ઝડપાયા છે. આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. ઝડપાયેલા મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના છે અને તમામે એજન્ટને તગડી રકમ ચૂકવી હોવાની શક્યતા છે.
150 ગુજરાતીઓ મેક્સિકોથી અમેરિકામાં ચાલતા જ ઘૂસી રહ્યાં હતા અને ઝડપાઇ ગયા હતા. એજન્ટે તેમના પાસપોર્ટ પર મેક્સિકોના ડુપ્લિકેટ સ્ટીકર મારીને મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી દીધી હતી. સામાન્ય રીતે અમેરિકામાં ઘુસતા કોઈ વ્યક્તિ પકડાય તો તેઓ ભારતમાં કોઈ ખતરો હોવાનું બહાનું ધરતા તેમને અમેરિકાના કાયદા મુજબ આશ્રય આપવામાં આવે છે. પરંતુ આ લોકોના પાસપોર્ટ પર ખોટા સિક્કા હોવાનું સામે આવ્યું હતું આથી તેમને આશ્રય આપવાનું કારણ ફગાવી દેવામાં આવ્યું હતું. ઝડપાયેલા તમામ લોકોને હાલમાં તો અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યાં છે.
એજન્ટોનું નેટવર્ક ભારતમાં દિલ્હીમાં હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા ઝડપાયેલા આ તમામ લોકોને ભારત ડિપોર્ટ કરાયાં બાદ તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન | 2025-04-18 12:10:35
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Breaking News: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો | 2025-04-16 15:25:26
રાજકોટમાં સીટી બસે પાંચ વાહનચાલકોને અડફેટે લીધા, 4 લોકોનાં મોત | 2025-04-16 13:41:52
કોંગ્રેસનો રોડમેપ ગુજરાતમાંથી નક્કી થશે, પાર્ટીમાં મોટા ફેરફારો થઈ શકે છે, નેતાઓને આ કાર્ય મળ્યું | 2025-04-16 08:55:09
સુરત કરે છે ઇનોવેશન: સુરતમાં ભારતનું પહેલો AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યો | 2025-04-14 19:28:48
PNB કૌભાંડના આરોપી ભાગેડું ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ | 2025-04-14 08:55:50
EVM હેક થઈ શકે છે...તુલસી ગબાર્ડના નિવેદન પછી ફરીથી ભારતની રાજનીતિમાં ચર્ચાઓ શરૂ | 2025-04-12 11:29:46
ન્યૂયોર્કની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, પરિવારના સભ્યો સહિત 6 લોકોનાં મોત | 2025-04-11 11:46:12