કિકવિટથી કિન્શાસા પરત ફરી રહેલું વિમાન ટેકનિકલ ખામી સર્જાતા કોંગોમાં ક્રેશ થયું
દુર્ઘટનાની તપાસ શરૂ, કોંગો પહેલાથી જ અનેક બળવાખોર જૂથો સામે લડી રહ્યું છે
કિન્શાસા: કોંગોમાં વિમાન દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં બે લશ્કરી અધિકારીઓનો સમાવેશ થાય છે. સેનાના જણાવ્યાં અનુસાર, લેફ્ટનન્ટ જનરલ મુટોમ્બો કટાલાય ટિએન્ડે અને લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયાનું આ દુર્ઘટનામાં મોત થયું હતું. ટિએન્ડે લશ્કરી અદાલતના વડા હતા, જ્યારે લિકુલિયા સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ તરીકે સેવા આપતા હતા.
કોંગોની સેનાના પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેંગેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બે જનરલ અધિકારીઓ ઉપરાંત પ્રતિનિધિમંડળના 12 સભ્યો અને વિમાન ક્રૂ ના આ અકસ્માતમાં મોત થયા છે. વિમાનમાં સવાર કોઈ બચી શક્યું નથી.
ટેકનિકલ ખામીને કારણે અકસ્માત
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન દક્ષિણ પશ્ચિમ કોંગોના કિકવિટ શહેરથી રાજધાની કિન્શાસા પરત ફરી રહ્યું હતું. તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને તે કેંગે વિસ્તારમાં ક્રેશ થયું. તેમાં સવાર તમામ લોકોના મોત થયા છે. ક્રેશનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસ હાથધરી છે. કોંગોના નાગરિક ઉડ્ડયન સત્તામંડળના બોર્ડના અધ્યક્ષ ટ્રાયફોન કિન-કી મુલુમ્બાએ પણ કહ્યું હતું કે ક્રેશનું કારણ હાલમાં અસ્પષ્ટ છે.
OVER DOZEN DEAD after PLANE CRASH in DR CONGO AMONG 14 KILLED: Head of military court, and auditor general of armed forces FIERY WRECKAGE and DEBRIS strewn ACROSS CRASH SITE https://t.co/Hw36wJhoG0
— RT (@RT_com) September 25, 2026
કોંગો પહેલાથી જ સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે
આ વિમાન દુર્ઘટના એવા સમયે થઈ છે જ્યારે કોંગો પહેલાથી જ ગંભીર સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે. દેશની સેના અસંખ્ય સશસ્ત્ર બળવાખોર જૂથો સામે લડી રહી છે. દેશના પૂર્વ ભાગમાં પરિસ્થિતિ ખાસ કરીને પડકારજનક રહે છે, જ્યાં ઘણા બળવાખોર જૂથો સક્રિય છે. તેમાંથી સૌથી અગ્રણી રવાન્ડા સમર્થિત M23 બળવાખોર જૂથ છે. M23 એ ગયા વર્ષે શ્રેણીબદ્ધ મોટા હુમલાઓ શરૂ કર્યા છે, જેમાં પૂર્વી કોંગોના ઘણા મુખ્ય શહેરો કબજે કર્યા છે. આ હુમલાઓએ પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક | 2026-10-06 09:05:13
યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ | 2026-10-06 08:30:59
ફ્લાય દુબઈમાં કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર સહ-પાયલટની ઓળખ સામે આવી, તેનો ઇરાદો ઇઝરાયલમાં વિમાન ક્રેશ કરવાનો હતો | 2026-10-03 09:12:58
યુક્રેન યુદ્ધ પીએમ મોદીના વિચાર પર સમાપ્ત થઈ શકે છે, રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન | 2026-10-02 09:48:54
ફ્લાય દુબઈના કેપ્ટન સ્મિત પર ઓમાનના કો-પાયલટે આવી રીતે છરી મારી હતી, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહી આ વાત | 2026-10-02 09:32:21