Wed,24 April 2024,3:52 pm
Print
header

છ મહાનગરપાલિકાઓમાં કેટલા ઉમેદવારોની ડિપોઝિટ થઈ જપ્ત ?

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, સુરત સહિત છ મહાનગરપાલિકાઓની યોજાયેલી ચૂંટણીના પરિણામો 23 ફેબ્રુઆરીના રોજ જાહેર થયા હતા. જેમાં કુલ 575 બેઠકો પૈકી 482 પર ભાજપ, 55 બેઠકો પર કોંગ્રેસ, 27 બેઠકો પર આમ આદમી પાર્ટી, 3 બેઠકો પર બહુન સમાજ પાર્ટી, 7 બેઠકો ઓલ ઈન્ડિયા મજલસ એ એતાહાદુલ મુસ્લિમીનના તથા 1 બેઠક પર અપક્ષના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.

ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ સામે આવેલી માહિતી મુજબ કોંગ્રેસના 178 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. 1340 ઉમેદવારોનો પ્રચાર ખર્ચ પણ માથે પડ્યો છે. માત્ર 55 બેઠકો જીતી શકેલી કોંગ્રેસનો જનાધાર 41.57 ટકાથી ઘટીને 26.86 ટકા થઈ ગયો છે. આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમની 13.98 ટકા મત સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ વખતે અપક્ષને ઓછા મત મળ્યાં છે. 2015માં અપક્ષને 3.47 ટકા મત મળ્યાં હતા, જે આ વખતે ઘટીને 1.48 ટકા થયા છે. ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 53.08 ટકા રહ્યો છે. આ વખતે ભારતીય સામ્યવાદી પક્ષને શૂન્ય ટકા મત મળ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch