Wed,15 July 2026,12:24 am
Print
header

ગુજરાતમાં 10 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ, વઘઈમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ

  • Published By Panna Patel
  • 2026-07-03 16:51:43
  • /
  • અમદાવાદ શહેરમાં વરસાદની ચાતક નજરે જોવાઈ રહી છે રાહ
  • અંબાલાલ પટેલ મુજબ અમદાવાદ- ગાંધીનગરમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી 

અમદાવાદઃ રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સીઝનલ ટ્રફ સક્રિય થઇ છે. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 થી સાંજના 4 એમ કુલ 10 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ડાંગના વધઈમાં સૌથી વધુ 12.99 ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગિરા નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે. 

રાજ્યમાં 10 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગ અને સુરત જિલ્લામાં ખાબક્યો છે. સૌથી વધુ 12.99 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સવારે 10 થી 12 ના બે કલાકમાં જ ભારે વરસાદ પડ્યો હતો. સુરતના અંબિકા તાલુકામાં  11.14 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના ડોલવણમાં 9.96  જેટલો વરસાદ વરસ્યો છે. નવસારીના વાંસદામાં 9.17 ઇંચ વરસાદ સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ડાંગના જ સુબિર તાલુકામાં 9.13 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વલસાડ શહેરમાં સવારે 6 થી 10 વાગ્યાના માત્ર 4 કલાકના ગાળામાં 7 ઇંચ વરસાદ વરસતા સમગ્ર શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું અને મુખ્ય બજારો તથા નીચાણવાળા છીપવાડ વિસ્તારમાં ગોઠણથી કમર સુધીના પાણી ભરાયા હતા. પૂરની ગંભીર સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 500 જેટલા લોકોનું શેલ્ટર હોમમાં સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘમહેર જોવા મળી હતી. રાજ્યમાં 5 જિલ્લામાં 9 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. ત્રણ જિલ્લામાં 8 ઈંચથી વધુ,  પાંચ જિલ્લામાં 7 ઇંચથી વધુ,  છ તાલુકાાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે રાજ્યના આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch