Sat,08 August 2026,9:34 pm
Print
header

સનસનીખેજ અકસ્માત, ટાટા સુમો પર પથ્થર પડવાથી 13 લોકોનાં મોત, 2 લોકો ઘાયલ

  • Published By Panna Patel
  • 2026-07-24 17:14:05
  • /

હિમાચલ પ્રદેશઃ લાહૌલ-સ્પીતિ જિલ્લામાં પાંગી-ઉદેપુર માર્ગ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટાટા સુમો વાહન પર પથ્થરનો મોટો ટુકડો પડવાથી 13 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા હતા. લાહૌલ-સ્પીતિ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને પોલીસની એક ટુકડીને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ ઘટના લાહૌલ ખીણથી લગભગ 60-70 કિમી દૂર કુદુનાલા નજીક બની હતી, જ્યારે પહાડ પરથી મોટા પથ્થર ચાલતી ટાટા સુમો પર પડ્યો હતો. કાટમાળમાંથી એક વ્યક્તિને ઘાયલ અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, વાહનમાં ડ્રાઈવર સહિત લગભગ 14 લોકો સવાર હતા. આ ઘટનામાં 13 લોકોનાં મોત થયાં છે. જાણવા મળ્યું છે કે તમામ મુસાફરો ટિંડી ખાતે રોકાયા હતા, કારણ કે અગાઉના દિવસે ઉદેપુર-કિલાર રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો

શુક્રવારે રસ્તો ખૂલ્યા બાદ વાહન પાંગી જવા રવાના થયું હતું, પરંતુ કાડુનાલા નજીક પહાડી પરથી અચાનક ભારે કાટમાળ અને પથ્થરો પડવાથી એક ટેક્સી તેની ઝપેટમાં આવી ગઈ હતી. આ ઘટના બાદ તરત જ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) ના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.

વહીવટીતંત્રે મૃતકોની ઓળખ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી. અકસ્માતના સમાચાર મળતાં જ લાહૌલ પોલીસ, ટિંડી પોલીસ સ્ટેશન, ઉદયપુર વહીવટીતંત્ર, જિલ્લા ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષક સહિતની વિવિધ એજન્સીઓની ટીમો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch