Wed,16 July 2025,7:40 pm
Print
header

વિમાન દુર્ઘટનામાં DNA ટેસ્ટથી 125 પીડિતોની ઓળખ કરાઇ, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યાં

  • Published By Mahesh patel
  • 2025-06-17 08:56:53
  • /

અમદાવાદઃ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 125 પીડિતોની ઓળખ અત્યાર સુધીમાં ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી છે અને તેમાંથી 64 ના મૃતદેહોને તેમના પરિવારોને સોંપવામાં આવ્યાં છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. તેમના ગઇકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.

12 જૂનના રોજ બપોરે 1:39 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભર્યાની સેકન્ડોમાં જ ક્રેશ થયેલા એર ઈન્ડિયા બોઈંગ ડ્રીમલાઈનર વિમાન AI-171 માં રૂપાણી પણ સવાર હતા.

અકસ્માતમાં મોટાભાગના મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા, તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલના જણાવ્યાં અનુસાર અત્યાર સુધીમાં 125 ડીએનએ ટેસ્ટ મેચ થયા છે અને આમાંથી 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યાં છે.

તેમણે મૃતદેહો સાથે ડીએનએ નમૂનાઓ મેચ કરવાની પ્રક્રિયામાં થોડો વિલંબ થવાને કારણે શોકગ્રસ્ત પરિવારને ન ગભરાવાની અપીલ કરી હતી. અમે આ પ્રક્રિયા શક્ય એટલી વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

અકસ્માત પછી છેલ્લા ચાર દિવસથી, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમ મૃતકોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ અને મેચિંગના જટિલ કાર્યમાં દિવસ-રાત રોકાયેલી છે.

આ 54 સભ્યોની DNA નિષ્ણાત ટીમમાં 22 મહિલાઓનો સમાવેશ થાય છે. FSL ટીમના અથાક પ્રયાસોને કારણે મૃતકોના સંબંધીઓને કોઈપણ વિલંબ વિના મૃતદેહો સોંપવામાં આવી રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch