અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાંથી કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. શાળાથી ઘરે પરત ફરીને ફલેટના ઉપર માળે જવા લિફ્ટમાં સવાર થયેલા 12 વર્ષના બાળકનું લિફ્ટમાં ગળું ફસાઈ જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 12 વર્ષીય બાળક બપોરે રાબેતા મુજબ શાળાએથી અભ્યાસ પૂર્ણ કરીને ઘરે આવ્યો હતો. પોતાના ઘરે જવા તે સોસાયટીની લિફ્ટમાં સવાર થયો હતો. દરમિયાન અચાનક લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને બાળકનું ગળું લિફ્ટના ભાગો વચ્ચે ફસાઈ ગયું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતાં નિર્દોષ બાળકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
બનાવની જાણ થતાં જ સોસાયટીના રહીશો દોડી આવ્યાં હતા. એક સામાન્ય દિવસે શાળાએથી હસતા મોઢે ઘરે પાછા ફરેલા લાડકવાયા પુત્રના મોતના સમાચાર મળતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ હતી.
લિફ્ટમાં કઈ ચોક્કસ ટેકનિકલ ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે કે કેમ તે અંગે સત્તાવાર તપાસ હાથ ધરવામાં છે. જો કોઇની બેદરકારી હશે તો પણ પોલીસે આ અંગે કાર્યવાહી કરશે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ? | 2026-10-11 10:11:39
આ વર્ષે અમદાવાદની ગરબા ઈકોનોમી રૂ. 3,000 કરોડ ને પાર પહોંચવાનો અંદાજ | 2026-10-11 10:01:59
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર | 2026-10-08 17:07:14
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ | 2026-10-05 18:15:44