Fri,19 April 2024,7:18 pm
Print
header

કોંગ્રેસ, શિવસેના, TMC, CPM સહિત 12 રાજ્યસભા સાંસદોને શિયાળુ સત્રમાંથી કરાયા સસ્પેન્ડ

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષના 12 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કૉંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ-એમ), શિવસેના, તૃણમૂલ કૉંગ્રેસ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદો સામેલ છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના(સીપીઆઈ-એમ) ઈલામારામ કરીમ, કોંગ્રેસના ફૂલ દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણી પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રતાપસિંહ, તૃણમૂલ કૉંગ્રેસના ડોલા સેન અને શાંતા છેત્રી, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ તથા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના વિનય વિશ્વમ સામેલ છે.

ગત ચોમાસુ સત્ર દરમિયાન થયેલા હોબાળાને કારણે આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સંસદમાં 11 ઓગસ્ટે થયેલા હંગામાને કારણે કોંગ્રેસ, TMC, CPI, CPM અને શિવસેનાના 12 સાંસદ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ઉપાધ્યક્ષ હરિવંશની પરવાનગી સાથે આ સંબંધમાં એક ઠરાવ રજૂ કર્યો હતો, જેને વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે ગૃહ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યસભામાંથી સસ્પેન્ડ થવા પર શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે અમારી વાત સાંભળ્યાં વગર આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે તમે સીસીટીવી ફૂટેજ જોશો તો ખબર પડશે કે પુરુષ માર્શલ મહિલા સાંસદોને માર મારી રહ્યાં છે. આ બધું એક તરફ અને તમારો નિર્ણય બીજી તરફ ? આ કેવું અસંસદીય વર્તન છે?

કોંગ્રેસ સાંસદ છાયા વર્માએ કહ્યું કે આ સસ્પેન્શન અયોગ્ય અને અન્યાયી છે. અન્ય પક્ષોના ઘણા સભ્યોએ પણ હંગામો કર્યો પરંતુ સ્પીકરે મને સસ્પેન્ડ કર્યા. પીએમ મોદી જે ઈચ્છે છે તે કરી રહ્યાં છે કારણ કે તેમની પાસે વિશાળ બહુમતી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch