Fri,19 April 2024,4:40 pm
Print
header

રાજ્યમાં કોરોનાના નવા 1136 કેસ નોંધાયા, 1201 દર્દી સ્વસ્થ, રિકવરી રેટ 89 ટકાથી વધુ થયો

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1136  કેસ નોંધાયા છે. જ્યારે 1201 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આજે વધુ 7 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3670 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,143 એક્ટિવ કેસ છે, જ્યારે 1,46,308 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 72 દર્દીઓ વેન્ટીલેટર પર છે, 14,071 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,64,121 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત ?

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, છોટા ઉદેપુરમાં 1, રાજકોટમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોનાં મોત થયા છે. 

ક્યાં કેટલા નોંધાયા કેસ ?

સુરત કોર્પોરેશનમાં 167, અમદાવાદ કોર્પોરેશનમાં 163, વડોદરામાં 79, રાજકોટ કોર્પોરેશન 71, સુરતમાં 64, મહેસાણા 47,  જામનગર કોર્પોરેશન 40, વડોદરા કોર્પોરેશન 40,  રાજકોટ 37, નર્મદા 34, સાબરકાંઠા 33, પાટણ 27, સુરેન્દ્રનગર 26, અમરેલી 25, જામનગર 25, કચ્છ 22, ગાંધીનગરમાં 20, ભરૂચ 19, ગાંધીનગર કોર્પોરેશન 18, બનાસકાંઠા 17, ગીર સોમનાથ 17, પંચમહાલ 17, અમદાવાદમાં 16 કેસ નોંધાયા છે.

આજે કેટલા દર્દી થયા સાજા ?

રાજ્યમાં આજે કુલ 1201 દર્દીઓ સાજા થયા હતા અને 52,923 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 55,85,445  ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનામાંથી સાજા થવાનો દર 89.15 ટકા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch