Sun,16 November 2025,5:49 am
Print
header

ભયાનક બસ દુર્ઘટના: બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20 લોકોનાં મોત

  • Published By
  • 2025-10-24 08:57:33
  • /

 

 

નવી દિલ્હીઃ શુક્રવારે વહેલી સવારે કુર્નૂલ જિલ્લાના ચિન્નાટેકુર વિસ્તાર પાસે હૈદરાબાદથી બેંગલુરુ જતી ટ્રાવેલ્સની બસમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત થયા છે અને ઘણા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે.

પ્રાથમિક તપાસ મુજબ, હાઇવે પર બસ એક ટુ-વ્હીલર  સાથે અથડાઈ હતી, જેને કારણે બસમાં આગ લાગી અને થોડી જ વારમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. અકસ્માત સમયે બસમાં 25 જેટલા મુસાફરો હતા.

પોલીસ, સ્થાનિક રહેવાસીઓ અને ફાયર બ્રિગેડે સંયુક્ત રીતે બચાવ કામગીરી કરી હતી.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ સરકાર ઘાયલો અને અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ મદદ પૂરી પાડશે તેવી ખાતરી આપી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch