Fri,19 April 2024,11:05 pm
Print
header

નવી દિલ્હી રેલવે સ્ટેશનના પાર્કિગમાંથી 11 જીવતા કારતૂસ મળ્યાં, પોલીસ લાગી તપાસમાં

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સનસનીખેજ મામલો સામે આવ્યો છે. નવી દિલ્હી રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી 11 જીવતા કારતૂસ મળી આવ્યાં છે. કારતૂસ અજમેરી ગેટકી આવતાં વીવીઆઈપી પાર્કિંગથી પીસીઆર સ્ટાફને મળ્યાં છે. હાલ આ કારતૂસ કોણ લાવ્યું હતુ તે અંગેની તપાસ શરૂ કરાઇ છે.

રેલવે ડીસીપીનું કહેવું છે કે આ તમામ કારતૂસ જોતાં સરકારી લાગી રહ્યાં છે. અને તે દિલ્હી પોલીસને સોંપી દેવાયા છે. આરપીએફની ટીમ દ્વારા ત્યાં કારતૂસ રહી ગયા હોવાની શક્યતા છે, પરંતુ હાલ દિલ્હી પોલીસે તમામ એંગલથી તપાસ શરૂ કરી છે.

દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પણ એક મુસાફરની બેગમાથી 6 કારતૂસ મળ્યાં હતા.બાદમાં સીઆઈએસએફના જવાનોએ તેને એરપોર્ટ પોલીસને સોંપી દીધા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch