રાજસ્થાનઃ સિરોહી જિલ્લાના દાંતરાઈ ગામ પાસે ફાર્મહાઉસમાં પોલીસે ડ્રગ્સની લેબનો પર્દાફાશ કર્યો છે. મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી આ લેબ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરાઇ છે.
આ કાર્યવાહી 6 નવેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને રાજસ્થાન પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી. માહિતી મળી હતી કે એક ફાર્મહાઉસમાં લાંબા સમયથી શંકાસ્પદ રસાયણો અને ભારે મશીનરીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે તેમને ડ્રમ્સના પેકેટ્સ અને સાધનોનો સ્ટોક મળ્યો હતો.
જપ્ત કરાયેલા રો મટીરીયલ્સ અને 100 કિલોગ્રામ મેફેડ્રોન મળ્યું છે, આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 40 કિલોગ્રામ જેટલી છે.
જોધપુર NCB ટીમને માહિતી મળતાની સાથે જ તેઓ તાત્કાલિક સિરોહી પહોંચી ગયા હતા. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની એક ટીમને ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા માટે બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક નિષ્ણાતોએ પુષ્ટિ કરી હતી કે જપ્ત કરાયેલું ડ્રગ્સ મેફેડ્રોન જ છે.
આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રામ નામનો શખ્સ છે. રાજસ્થાન અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી તેની સાથે અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.માસ્ટરમાઇન્ડ રામે કહ્યું કે તે લાંબા સમયથી સિવિલ સર્વિસીસ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો. પરંતુ સતત નિષ્ફળતાઓએ તેને ગુનાની દુનિયામાં ધકેલી દીધો. તેણે પૈસા કમાવવા માટે મેફેડ્રોન બનાવવાનું પસંદ કર્યું.
આરોપીઓએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડ્રગ્સનો વેપાર કર્યો હતો. આ ગેંગમાં હજુ અન્ય લોકોનાં નામો પણ સામે આવી શકે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
જંગલના એક રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, નૈનીતાલમાં 52 પુરુષો, 10 મહિલાઓ આપત્તિજનક હાલતમાં પકડાયા | 2026-07-06 19:14:09
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50