Wed,24 April 2024,3:16 am
Print
header

COVID-19 ફરજમાં લાગેલા મેડીકલ સ્ટાફ માટે PM મોદીએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ COVID-19 ની ફરજમાં  લાગેલા મેડીકલ સ્ટાફ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે.દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે સરકાર દર્દીઓ માટે ઓક્સિજનના અભાવને પહોંચી વળવામાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે પછી દેશમાં ડોકટરો અને નર્સોની તંગીનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તબીબી કર્મચારીઓને લઇને મોટો નિર્ણય લીધો છે.

કોરોનાની (COVID-19) ફરજમાં લાગેલા મેડીકલ સ્ટાફ માટે પીએમ મોદીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે 100 દિવસની કોવિડ ફરજો પૂર્ણ કરનારા તબીબી કર્મચારીઓને નિયમિત સરકારી ભરતીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે NEET-PG પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવી જોઈએ.

મોદી કોરોના વાયરસ સામે લડવા માટે સતત બેઠકો કરી રહ્યાં છે કોરોના સંકટને પહોંચી વળવા કડક નિર્ણયો લઈ રહ્યાં છે. સોમવારે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનામાં 100 દિવસ ફરજ પૂર્ણ કરનારા તબીબી કર્મચારીઓને નિયમિત સરકારી ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે તેમના વિભાગના માર્ગદર્શન હેઠળ તબીબી વિદ્યાર્થીઓએ કોવિડને લગતી ફરજ બજાવવી જોઈએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch