નવી દિલ્હી: શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પેપર લીક બિલમાં સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. આ સુધારા હેઠળ પેપર લીક માફિયાઓ સામે કડક જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. તે મુજબ વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં આરોપીઓ સામે કેસ ચાલશે. જેમના માટે ત્રણ મહિનાની અંદર સુનાવણી પૂર્ણ કરી ચુકાદો આપવો ફરજિયાત રહેશે. ઉપરાંત, બિલમાં પેપર લીકના ગુનામાટે 10 વર્ષ સુધીની જેલની સજા અને રૂ 10 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. પેપર લીકને લગતું સુધારા વિધેયક આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો
આ પહેલાં ગુરુવારે વડાપ્રધાન મોદીએ પેપર લીક સંબંધિત મુદ્દાઓ પર વાત કરતો એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે, પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી. તેનાથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માનસિક તણાવ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી જ, પેપર લીકની સમસ્યાનો સામનો કરવા માટે છેલ્લા અઢી મહિનામાં અનેક પગલાં લેવામાં આવ્યા છે. ગુનેગારોને પકડી લેવામાં આવ્યાં છે અને તેઓ જેલમાં છે. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી હતી, તેથી અમે ટૂંકા ગાળામાં 22 લાખ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ યોજી. 19 જુલાઈએ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, અમે માત્ર આટલાથી સંતુષ્ટ નથી. તેથી જ ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
27 જુલાઈએ ખરડો રજૂ થવાની શક્યતા
સ્પશિયલ કોર્ટમાં પેપર લીક કેસની કાર્યવાહી વધુમાં વધુ ત્રણ સુનાવણીમાં પૂર્ણ કરવાની રહેશે. આ ખરડો 27 જુલાઈએ ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે. અગાઉ, શુક્રવારે પેપર લીકના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો, જેના પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી રવિવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
રૂ. 21 કરોડથી વધુની સાયબર છેતરપિંડી, ભાજપના નેતાની ધરપકડ, ખાતામાંથી રૂ. 50 લાખ મળ્યાં | 2026-08-06 18:24:17
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
Fact Check: જંતર- મંતર પર પિતાની ટીકા કરતો યુવાન ભાજપ નેતા રાજેશ યાદવનો પુત્ર નથી | 2026-08-05 17:12:26
પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતનું અવસાન, તેમણે ગજનીમાં મુખ્ય ખલનાયક અને છાવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી | 2026-08-05 06:50:29
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24