Thu,25 April 2024,9:32 am
Print
header

જાણો રાજ્યમાં કોરોના સંક્રમણને લઈને શું આવ્યાં રાહતના સમાચાર ?

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. જો કે, હવે કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. ગુજરાતના લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યાં છે રાજ્યમાં કોરોનાના કેસો ઝડપથી ઘટી રહ્યાં છે બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થઈ રહ્યાં છે જેને કારણે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં અત્યારે 10 જિલ્લા એવા છે, જ્યાં 100થી પણ ઓછા એક્ટિવ કેસ છે. તે જિલ્લાઓ હવે ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. 10 જિલ્લામાંથી 3 જિલ્લા એવા છે જ્યાં 50થી ઓછા કોરોનાના એક્ટિવ કેસ છે. સૌથી ઓછા એક્ટિવ કેસ ડાંગ જિલ્લામાં 15 છે.

સુરેન્દ્રનગરમાં 26 અને મોરબીમાં 35 એક્ટિવ કેસો છે. ઉપરાંત તાપી જિલ્લામાં 71, પંચમહાલમાં 70, નર્મદામાં 84, દેવભૂમિ દ્વારકામાં 89, દાહોદમાં 90, છોટાઉદેપુરમાં 66 અને બનાસકાંઠા જિલ્લામાં 82 એક્ટિવ કેસ છે. એટલું જ નહીં આ 10 જિલ્લામાંથી 4 જિલ્લામાં તો ગઈકાલે એક પણ નવો કેસો નોંધાયો નથી. વધુમાં વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફરી રહ્યાં છે.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 હજારથી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના 848 કેસ નોંધાયા હતા. કોરોના વાયરસના સંક્રમણના કારણે 12 દર્દીના મૃત્યું થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9933 પર પહોચ્યો છે રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. 2915 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ સાજા થવાનો દર 96.58 ટકા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch