ટીવી અભિનેત્રી ઈશા સિંહ ઘણીવાર તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે. તેને ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ઈશા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેણે પોતાના કેટલાક મનમોહક ફોટા શેર કર્યા છે. અભિનેત્રી ડીપ-નેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઈશા તેના વાળ વિખરાયેલા હોવા છતાં ખૂબ જ સુંદર લાગે છે. 2015માં કલર્સ ટીવી શો ઇશ્ક કા રંગ સફેદથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી ઇશા ઇશ્ક સુભાન અલ્લાહ અને સિર્ફ તુમ જેવા શોમાં જોવા મળી છે.