Tue,08 October 2024,8:14 am

સુંદર સાડી, માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર સાથે અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ લાગી રહી છે હટકે

  • સુંદર સાડી, માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર સાથે અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ લાગી રહી છે હટકે


અંબાણી પરિવારમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ પૂજા પણ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દર વર્ષે આખો પરિવાર બાપ્પાની પૂજા કરે છે. હવે અનંતની પત્ની અને અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટની એક ઝલક સામે આવી છે. તે સંપૂર્ણપણે પરિણીત મહિલાના અવતારમાં જોવા મળી હતી. અંબાણી પરિવારની નાની વહુ તેના માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને ભારે રંગબેરંગી સિલ્કની સાડી પહેરીને ઉત્સવમાં દેખાઇ હતી. તેને હેવી જ્વેલરી અને સ્લીક બન સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ વર્ષે પણ અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો.
  • સુંદર સાડી, માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર સાથે અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ લાગી રહી છે હટકે