કંગના રનૌતે સોશિયલ મીડિયા પર અપકમિંગ ફિલ્મ થલાઇવીનાં સેટથી ત્રણ ફોટો શેર કરી છે. જેમાં એક તો જયલલિતાની છે અને બીજી તસવીર કંગનાની છે.
એક્ટ્રેસે લોકડાઉન બાદ હાલમાં જ ફિલ્મની શૂટિંગ શરૂ કરી છે. જે માટે તે ઘણી જ ઉત્સાહિત છે. ફિલ્મ તમિલનાડૂની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનાં જીવન પર આધારિત છે. જેમાં કંગના રનૌત જયલલિતાનું કિરદાર અદા કરતી જોવા મળશે.