ટીવી અભિનેત્રી અને બિગ બોસ 12ની વિજેતા દીપિકા કક્કર દરેક વખતે પોતાના લુકથી લોકોનું દિલ જીતી લે છે, આ અભિનેત્રી ક્યારેય એથનિક દેખાવ સાથે બંગડીઓ પહેરવાનું ભૂલતી નથી. જોકે, દીપિકા પહેલી અભિનેત્રી નથી કે જે શુટની સાથે સાડીમાં પણ બંગડી પહેરે છે, પરંતુ દીપિકાના હાથમાં રંગબેરંગી બંગડીઓ માટેનો પ્રેમ સૌથી અનોખો છે. તેના પતિ શોએબને દીપિકાના હાથમાં રંગીન બંગડીઓ વધારે પસંદ છે.