બોલીવુડની હોટ અભિનેત્રી પ્રિંયકા ચોપરાએ ફરીથી તેના હુસ્નનો જાદુ વેર્યો છે, હોલિવુડના ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ 2020માં તે રેડ કાર્પેટ પર જોવા મળી હતી.પિંક ગાઉનમાં પ્રિયંકાને લોકો જોતા જ રહ્યાં હતા, કેલિફોર્નિયાની બેવર્લી હિલ્ટન હોટલમાં આ એવોર્ડ સમારંભમાં પ્રિયંકા પતિ નિક સાથે આવી હતી, અહી અનેક હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.